બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / india and afghanistan's fans hugged each other video is getting viral

ભાઈચારો / પાકિસ્તાની ફેન્સ સાથે થઇ હતી મારામારી, ત્યારે અફઘાનિસ્તાનીઓએ ભારતીય ફેન્સને ગળે મળીને લગાવ્યા નારા, જુઓ VIDEO

Khevna

Last Updated: 05:15 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલની મેચ દરમિયાન સ્ટેડિયમ પર ભારત અને અફઘાનિસ્તાનનાં ફેન્સ વચ્ચે ગજબ પ્રેમ જોવા મળ્યો. ગળે મળીને બંને દેશોના ફેન્સ નારા લગાવતા હતા.

  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હતી મેચ 
  • બંને દેશોના ફેન્સે સાથે મળીને લગાવ્યા નારા 
  • પાકિસ્તાની ફેન્સ અને અફઘાનિસ્તાની ફેન્સ વચ્ચે થઈ હતી મારામારી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હતી મેચ 

એશિયા કપ 2022મા પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યારે ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન બહાર થઈ ગયા છે. ભારત અને અફઘાનિસ્તાને એશિયા કપની સફર એકબીજા સામએ મેચ રમીને પૂર્ણ કરી છે. 

આ મેચમાં ભારતીય ટીમે 101 રનથી જીત મેળવી છે. આ મેચનો એક એવો વિડીયો સામે આવ્યો છે, જેમાં બંને દેશના ફેન્સ વચ્ચે ભાઈચારો જોવા મળે છે. અફઘાન અને ભારતીય ફેન્સે એકબીજાને ગળે મળીને ભારત અને અફઘાનિસ્તાન ઝિંદાબાદનાં નારા લગાવ્યા છે. 

સાથે મળીને લગાવ્યા ભારત અને અફઘાનિસ્તાન ઝિંદાબાદના નારા 
જણાવી દઈએ કે ભારતીય અને અફઘાની ફેન્સના ગળે મળવાનો વીડિયો અફઘાનિસ્તાનના જ એક વ્યક્તિએ શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે, અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે મેચ દરમિયાન બંને દેશોના ફેન્સ વચ્ચે ભાઈચારો જોવા મળ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને દેશોના ફેન્સ ગળે મળી રહ્યા છે. સાથે જ ભારત ઝિંદાબાદ.. અફઘાનિસ્તાન ઝિંદાબાદ.. નાં નારા લગાવી રહ્યા છે. 

પાકિસ્તાની ફેન્સ અને અફઘાનિસ્તાની ફેન્સ વચ્ચે થઈ હતી મારામારી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે  છેલ્લી ઓવર સુધી મેચ ચાલી અને તે બાદ પાકિસ્તાન બે સિક્સરની મદદથી ફાઇનલમાં પહોંચી ગયું હતું જે બાદ સ્ટેડિયમમાંથી જ મેચ જોવા આવેલા લોકોએ એકબીજા પર હુમલા શરૂ કરી દીધા હતા. પરિસ્થિતિ એવી બગડી કે સ્ટેડિયમની ખુરશીઓ ઉખાડીને ફેંકી ફેંકીને એક બીજાને મારવામાં આવી. 

પાકિસ્તાનને મેચ જીતવામાં ફીણ આવી ગયા 
નોંધનીય છે કે પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી અને 126 રન બનાવ્યા હતા જે બાદ 127 રન બનાવવામાં પાકિસ્તાનની ટીમને ફીણ આવી ગયા. 118 રન પર 9 વિકેટ પડી ગઈ હતી, જોકે છેલ્લી ઓવરમાં નસિમ શાહે સતત બે સિક્સ મારીને મેચ જિતાડી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ