બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ind vs eng led lights off motera stadium

ના હોય! / અમદાવાદની ટેસ્ટ મેચમાં અચાનક બની ચોંકાવનારી ઘટના, દર્શકો પણ થઇ ગયા વિચારતા

Kavan

Last Updated: 01:30 PM, 25 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ગઈકાલથી શરૂ થઈ. જો કે, સાંજના સમયે લાઇટ જવાની ઘટના બનતા થોડા સમય માટે મેચ અટકાવવી પડી હતી.

  •  નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે ટેસ્ટ મેચ
  • પ્રથમ દિવસે LED લાઇટ બંધ થઇ જતા મેચ અટકાવાઇ
  • અન્ય સ્ટેડિયમમાં પણ બની ચૂકી છે આવી ઘટનાઓ

ઉલ્લેખનીય છે કે, ડેનાઇટ મેચમાં અક્ષર પટેલે પેલા દાવમાં 6 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો અને સમગ્ર દિવસ દરમિયાન ભારતીય બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. 

LED લાઇટ બંધ થઇ જતા મેચ અટકાવાઇ

સાંજના સમયે ટીમ ઇન્ડિયાના રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર હતા ત્યારે આશરે એકાદ મિનિટ એલઈડી લાઇટ બંધ થઇ જતાં કેટલાક સમયગાળામાં માટે પ્રથમ દિવસના બીજા સેશનની મેચ થોડા સમય માટે અટકાવવી પડી હતી.

ગણતરીની મિનિટો માટે લાઇટ થઇ બંધ

ભારતની આ જ ઇનિંગની 12 મી ઓવરમાં એલઈડી લાઇટ ફરી એકવાર બંધ થઈ ગઈ, પરંતુ આ વખતે મેચ થોડી સેકંડ માટે વિક્ષેપિત થઈ અને રમત ફરી શરૂ થઈ. એવી અપેક્ષા છે કે આ સમસ્યાઓ પાછા નહીં આવે.

ભારતીય સ્ટેડિયમમાં પ્રથમ વખત એલઇડી લાઇટનો ઉપયોગ

ભારતમાં પહેલીવાર સ્ટેડિયમમાં એલઇડી લાઇટ લગાવવામાં આવી હતી. આ પહેલા ભારતના તમામ સ્ટેડિયમમાં ફ્લડ લાઇટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની છત પર લાઇટ્સ છે જે સ્ટેન્ડ્સને કવર કરે છે. આ ખેલાડીઓના પડછાયાથી બચવા માટે છે. લગભગ 800 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ સ્ટેડિયમમાં એલઇડી લાઇટ એ મહત્વનો ભાગ છે.

અન્ય મેદાનમાં પણ બની છે લાઇટ બંધ થવાની ઘટના 

જો કે, મેચ દરમિયાન લાઇટ બંધ થવું કોઈ નવી વાત નથી. આ અગાઉ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ઘણી વખત લાઈટો પણ બંધ થઇ ચૂકી છે. 2009 માં, ભારત અને શ્રીલંકા (IND vs ENG) વચ્ચેની વનડે મેચ દરમિયાન, લગભગ 26 મિનિટ સુધી લાઈટ બંધ હતી.

શું છે સ્ટેડિયમની ખાસિયત? 

  • 800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે સ્ટેડિયમ
  • ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે 
  • સ્ટેડિયમમાં કુલ 1.10 લાખ લોકો સાથે મેચ જોઇ શકે છે 
  • જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊડથી વધારે 
  • મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી
  • કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા 
  • મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી 
  • મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર
  • આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું 
  • વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે છે 
  • ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે

સંકળાયેલા મુદ્દાઓ

અમદાવાદ ગુજરાત ભારત અને ઇંગ્લેન્ડ motera statium
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ