બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs eng 3rd test england team get five penalty runs during live match

સ્પોર્ટ્સ / IND vs ENG: આ કેવું? વગર રમે ઇંગ્લેન્ડને મળી ગયા સીધા 5 રન, ક્રિકેટનો આ નિયમ ઇન્ડિયાને ભારે પડ્યો

Arohi

Last Updated: 02:49 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs ENG 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ સીરિઝ 5 મેચોની છે. જેની ત્રીજી મેચ હાલ ગુજરાતના રાજકોટમાં રમાઈ રહી છે.

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 
  • રાજકોટમાં રમાઈ રહી છે ત્રીજી ટેસ્ટ 
  • ઈંગ્લેન્ડને રમ્યા વગર જ મળી ગયા 5 રન 

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે રવિચંદ્રન અશ્વિને મોટી ભૂલ કરી નાખી છે. જેના કારણે ઈંગ્લેન્ડને ફાયદો થઈ ગયો છે. 

હકીકતે અશ્વિન બેટિંગ વખતે ડેન્જર ઝોનમાં દોડી રહ્યા હતા. જેના કારણે એમ્પાયર જોએલ વિલ્સને ઈંગ્લેન્ડને પેનલ્ટીના પાંચ રન આપી દીધા. મેદાન પરના એમ્પાયરે પહેલા દિવસની મેચ વખતે રવીન્દ્ર જાડેજાને વોર્નિંગ આપી હતી. આ ભારતની પહેલી ઈનિંગમાં બીજી વખત આવું થયું તેના કારણે ઈંગ્લેન્ડને પાંચ રન મળ્યા. 

શું છે નિયમ? 
આ પેનલ્ટીનો મતલબ એવો થયો કે ઈંગ્લેન્ડ ટીમ પોતાની પહેલી ઈનિંગમાં વગર કોઈ નુકસાને પાંચ રનથી રમવાનું શરૂ કરશે. એમસીસીના નિયમ 41.14.1 અનુસાર, પિચને જાણી જોઈને ક્ષતિ પહોંચાડવી બરાબર નથી. જો સ્ટ્રાઈક બોલને રમતા સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશ કરે છે તો તેનાથી તેને તરત બાદ ત્યાંથી હટવાનું હોય છે. 

નિયમ અનુસાર જો કોઈ એમ્પાયરને લાગે કે પિચ પર તેમની ઉપસ્થિતિ ઉચિત કારણ વગર છે તો બેટ્સમેનને જે પેનલ્ટીથી બચાવી શકાય તેને તે પેનલ્ટી પહોંચાવનાર માનવામાં આવશે. નિયમ અનુસાર એક ટીમને પહેલી અને છેલ્લી ચેતાણી મળે છે જે આખી ઈનિંગ વખતે લાગુ થશે. જો ઈનિંગ વખતે ટીમના કોઈ પણ સદસ્ય દ્વારા નિયમ ફરીથી તોડવામાં આવે છે તો બેટિંગ કરનાર ટીમ પર પાંચ રનની પેનલ્ટી લાગશે. 

વધુ વાંચો:  IND vs ENG: ભારત માટે ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાન ભાવુક, કહ્યું 'મારું સપનું પૂર્ણ થયું....'

મેચમાં ભારતીય ટીમ માટે રવીન્દ્ર જાડેજા અને કેપ્ટન રોહિત શર્માએ સેન્ચુરી રમી છે. રોહિતે 196 બોલનો સામનો કરતા 131 રન બનાવ્યા છે. જેમાં 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગા શામેલ છે. ત્યાં જ જાડેજાએ 112 રનોની ઈનિંગ રમી. જાડેજાએ 225 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ