બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / In the year 2022, people will be 'bound' by electronic gazettes, leading to mental illness; The other three predictions that will make you tremble
ADVERTISEMENT
2021નું વર્ષ હવે વિદાય લેવા જઈ રહ્યું છે.પરંતુ આ વર્ષ લોકોને હંમેશા યાદ રહેશે. કારણ કે, કોરોનાની મહામારીની સાથે-સાથે મોંઘવારી સહિતના અનેક પડકારોનો વિશ્વએ સામનો કર્યો છે.
જોકે 2022નું વર્ષ આવશે અને ખુશીઓ લાવશે તેવી લોકોમાં આશા છે. પરંતુ, કોરોનાનો વધતો પ્રકોપ ડર પૈદા કરી રહ્યો છે.તેવામાં બાબા વેંગાની ભવિષ્યવાણીએ લોકોને ફરી ચિંતામાં લાવી દીધા છે.કારણ કે, તેમની ભવિષ્યવાણી પ્રમાણે 2022માં તબાહી આવશે અને આ તબાહીમાં ભારતને પણ મોટું નુકસાન થશે.
બાબા વેંગાની ભવિષ્યવાણીએ વધાર્યું ટૅન્શન
કડવી-મીઠી યાદો સાથે 2021નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહી છે. કોરોનાકાળમાં દરેકને નવું વર્ષ નવી આશાઓ લઈને આવે એવી અપેક્ષા છે. પરંતુ લોકોની આશા-અપેક્ષાઓ વચ્ચે આવનાર વર્ષને લઈને ભવિષ્યવાણીએ ચિંતા વધારી છે. કારણ કે, 2022ને લઈને પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બલ્ગેરિયાની નેત્રહીન વાંગેલિયા પાંડવા ગુશ્ટેરોવા ઉર્ફે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે, 2022માં ધરતી પર પ્રલય આવશે અને ભારતમાં ભૂખમરો સહિત વિશ્વમાં અનેક નવી મુસિબતો જન્મ લેશે.
વિશ્વમાં જળ સંકટ વધુ ઘેરું થવા જઈ રહ્યું છે
બાબા વેંગા પર લખાયેલા પુસ્તકમાં તેમની ભવિષ્ય વાણી વિશે લખાયું છે કે, વર્ષ 2022માં વિશ્વમાં જળસંકટ વધુ ઘેરું થવા જઈ રહ્યું છે. ઘણા શહેરોમાં પીવાના પાણીની અછત સર્જાશે.નદીઓનું પાણી પ્રદૂષિત થશે અને તળાવો અને ઝરણાં સંકોચાઈ જશે. પાણીના અભાવે લોકોને અન્ય સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડશે. એટલે કે, વિશ્વમાં અનેક સ્થળો પર દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે.
આપણે જાણીએ છીએ કે, કોરોના આવ્યો ત્યારથી મોટા ભાગના કામ ઓનલાઈન થવા લાગ્યા છે.શિક્ષણ પણ ઓનલાઈન થયું અને વિદ્યાર્થીઓ અને આવનાર પેઢી ગેજેટનો ભરપુર ઉપયોગ કરતા થયાં છે.તેવામાં બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે.તેમની ભવિષ્ય વાણી પ્રમાણે, 2022માં લોકો મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર પર વધુ સમય વિતાવશે. તેમની આ આદત ધીમે-ધીમે વ્યસનનું રૂપ લઈ લેશે, જેના કારણે લોકોની માનસિક સ્થિતિ બગડશે અને તેઓ માનસિક રીતે બીમાર થઈ જશે.જોકે આ ભવિષ્યવાણીની કેટલીક અસરો આપણે ત્યાં જોવા પણ મળી રહી છે.
બાબા વેંગાની ત્રીજી ભવિષ્યવાણી
મહત્વનું છે કે, 2022માં આપણને કોરોનાની ભેટ તો સાથે મળવાની છે.પરંતુ ત્રીજી લહેરના ભણકાર પણ વાગી રહ્યા છે.તેવામાં બાબા વેંગાની ત્રીજી ભવિષ્યવાણી એવી છે.
બાબા વેંગાના મતે, વિશ્વમાં વધી રહેલું ગ્લોબલ વોર્મિંગ આ વર્ષે આપત્તિજનક સાબિત થશે. ગ્લોબલ વોર્મિંગના કારણે રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં બરફ પીગળવા લાગશે, જેના કારણે વૈજ્ઞાનિકોની ટીમ એક જીવલેણ વાયરસની શોધ કરશે. આ વાયરસ ખૂબ જ ચેપી હશે અને ઝડપથી ફેલાશે. આ સંક્રમણનો સામનો કરવામાં દુનિયાની તમામ વ્યવસ્થા નિષ્ફળ જશે. એટલે કે, દુનિયા વધુ એક મહામારીનો સામનો કરી શકે છે..જોકે અહીં બાબા વેંગાની ભવિષ્યની ડાયરીમાં ભારત માટે પણ ચિંતાજનક ભવિષ્યવાણી લખાયેલી છે.
જેના કારણે દેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. તાપમાનમાં વધારાને કારણે તીડનું ઉત્પાદન વધશે અને તેઓ ખેતરોમાં લાખો લીલા વિસ્તારો પર હુમલો કરીને નાશ કરશે. જેના કારણે દેશમાં દુકાળ અને ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ 2022 માં વિશ્વમાં ભૂકંપ અને સુનામીનું જોખમ વધશે. હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ મોટી સુનામી આવશે, જે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત સહિતના વિશ્વના દેશોના દરિયાકાંઠાના વિસ્તારોને લપેટમાં લેશે. આ સુનામીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવવો પડશે.
મહત્વનું છે કે, અહીં અમારું કોઈપણ લોકોને ડરાવવાનું ઉદ્દેશ્ય નથી.અમે લોકોને માત્ર એ જ જણાવી રહ્યા છીએ.જેને લઈને બાબા વેંગાએ ભવિષ્ય વાણી કરી છે. કારણ કે, બાબા વેંગાની અનેક ભવિષ્ય વાણી સાચી પડી છે.જેમાં 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલો હુમલો, 2004માં સુનામી, મૂળ આફ્રિકાની વ્યક્તિનું અમેરિકાના પ્રેસિડન્ટ બનવું.. જેવી ભવિષ્ય વાણી શામેલ છે.બાબાનું નિધન વર્ષ 1996 માં થયું હતું. પરંતુ તેમણે પોતાના 50 વર્ષના કાર્યકાળમાં તેમણે 100થી વધુ ભવિષ્યવાણીઓ કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે, 2022 અંગેની તેમની ભવિષ્યવાણી કેટલા પ્રમાણમાં સાચી સાબિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.