બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the Gram Panchayat elections, there were clashes in many villages

તડા / ગુજરાતના આ ગામોમાં ચૂંટણીમાં આવ્યું માથાકૂટનું 'પરિણામ', હારેલા ઉમેદવારોએ કરી ધોકાવાળી, જુઓ વીડિયો

Vishnu

Last Updated: 09:08 PM, 21 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યાંક જુથ અથડામણ તો ક્યાંય વિજેતા ઉમેદવારના ઘરે જઈ તોડફોડની ઘટનાઓ સામે આવી

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ
  • ચૂંટણી પરિણામો બાદ તોડફોડ
  • પરિણામોનો રોષ !

રાજ્યની 8 હજારથી વધુ ગ્રામપંચાયતની ચૂંટણીની આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે દરમિયાન પાલનપુરમાં જગાણા એન્જિનીયરિંગ કોલેજ ખાતે સમર્થકોની ભીડ બેકાબૂ બની હતી. આથી પોલીસે હળવો લાઠીચાર્જ કરતા દોડધામ મચી હતી. તો બીજી તરફ હિંમતનગરના કનાઈ ગામે ચૂંટણી પરિણામો બાદ જૂથ અથડામણ થઈ હતી. પંચમહાલમાં દાહોદના કેશપુરમાં પણ મતગણતરી બાદ તોડફોડની ઘટના બની હતી.હારેલા ઉમેદવારે સમર્થકો સાથે વિજેતા ઉમેદવારના ઘરે હુમલો કર્યો હતો.આણંદમાં તારાપુરનાં મોરજમાં પણ મતગણતરી સમયે બબાલ થઈ હતી.શખ્સોએ ચૂંટણી પરિણામોનો રોષ રાખીને ધમાલ મચાવી હતી.

ભરૂચના હિંગલોટ ગામે મારામારી 
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી બાદ ભરૂચના હિંગલોટ ગામે બે પક્ષ સામ સામે આવી ગયા હતા. હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારોને પથ્થરો અને લાકડી વડે માર મારતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તંગ માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

તારાપુરનાં મોરજમાં ઘરોમાં ઘુસીને તોડફોડ 
આણંદમાં તારાપુરનાં મોરજમાં પણ મતગણતરી સમયે બબાલ થઈ હતી.શખ્સોએ ચૂંટણી પરિણામોનો રોષ રાખીને ધમાલ મચાવી હતી.મકાન અને બાઈકોમાં તોડ ફોડ કરી હતી તેમજ ઘાસના પુળાઓમાં પણ આગ ચાંપી હતી.જો કે તારાપુર પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

કનાઈ ગામે વિજય સરઘસ દરમિયાન અથડામણ
સાબરકાંઠા હિંમતનગરના કનાઈ ગામે ચૂંટણી પરિણામો બાદ જૂથ અથડામણ થઈ હતી.વિજેતા સરપંચના સરઘસ દરમિયાન અથડામણ થઈ હતી.આ જૂથ અથડામણમાં 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમણે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટોળા દ્વારા બે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

દાહોદના લીમખેડામાં મતગણતરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મહિલાઓ સહિત અનેક લોકો મતગણતરીના સેન્ટર નજીક ધસી આવ્યા હતા જે બાદ પોલીસે દંડાવાળી કરતાં દોડધામ મચી હતી.

દાહોદના કેશપુરમાં પણ મતગણતરી બાદ તોડફોડની ઘટના બની હતી.હારેલા ઉમેદવારે સમર્થકો સાથે વિજેતા ઉમેદવારના ઘરે હુમલો કર્યો હતો.3 બાઈક, ડી.જેના વાહન સહિત 5 વાહનોમાં તોડફોડ કરી હતી.જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુરમાં જગાણા એન્જિનીયરિંગ કોલેજ ખાતે સમર્થકોની ભીડ બેકાબૂ બની હતી.આથી પોલીસે હળવો લાઠીચાર્જ કરતા દોડધામ મચી હતી, ઉત્સાહમાં સમર્થકો હાઇવે પર ઉતરી ગયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ