બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / In Surat's settlement Queen Shakanja: Poonam's dreams of becoming a don remain unfulfilled, what did the headstrong woman do?

અટકાયત / સુરતની સેટલમેન્ટ ક્વિન શકંજામાં: પૂનમના ડોન બનવાના સપના રહી ગયા અધૂરા, માથાભારે મહિલાએ શું કાંડ કર્યા?

Vishal Khamar

Last Updated: 04:32 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના જોળવા ખાતે દુકાનદાર ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. માથાભારે અને સેટલમેન્ટ કિંગ ગણાતી મહિલા અને તેના પરિવારે અન્ય પરીવાર પર હુમલો કર્યો મહિલા સહિત છ ની અટક કરી પલસાણા પોલીસ કરી વધુ કાર્યવાહી હાથધરી હતી.

  • સુરતમાં દુકાનદાર પર ચપ્પા વડે જીવલેક હુમલો
  • માથાભારે ગણાતી મહિલા અને તેનાં પરિવારે કર્યો હુમલો
  • પલસાણ પોલીસે મહિલા સહિત છ લોકોની અટકાયત કરી

 બૉલીવુડની પૂનમ પાંડે થી આપ સૌ કોઈ પરિચિત હશો. જે લોકોને પડકાર ફેકતી કરતી રહે છે. અને હરહંમેશ કોઈને કોઈ કારણસર વિવાદ માં રહેતી હોય છે. પંરતુ આજે અમને તમને એવી પૂનમ પાંડે સાથે બતાવા જઈ રહયા છે. જે પૂનમ પાંડે ને સેટલમેન્ટ કિંગ તેમજ માથાભારે મહિલા તરીકે ઓળખવામાં આવે છે. આ પૂનમ પાંડે પલસાણા, કડોદરા સહિતના વિસ્તારમાં પોતે ખુબ જ પહોંચેલી હોવાની છાપ ઉભી કરી રોફ જમાવતી જોવા મળે છે. ત્યારે વધુ એક વાર રોફ જમાવવા જતા પૂનમ પાંડે સહિત તેનો પરિવાર પોલીસ પકડમાં આવ્યો છે. જોળવા ખાતે સુરેન્દ્રસિંગ રાજેશસિંગનાઓએ થોડા સમય અગાઉ બિલ્ડીંગ નીચે ગેસ રીપેરીંગની દુકાન શરૂ કરી હતી.

જ્યાં પહેલેથી આશુતોષ સિંગ ઉર્ફે બીટ્ટુ સિંગ આનંદસિંગની ગેસ રીપેરીંગની દુકાન હોવાથી બીટ્ટુ અને સુરેન્દ્રસિંગ વચ્ચે રકઝક થઈ હતી. જેથી બીટ્ટુએ બીજી દુકાન સુરેન્દ્રસિંગની દુકાનની બાજુમાં જ ખોલી દેતા બન્ને  વચ્ચે ભારે રકઝક થઈ હતી. ત્યાં પૂનમ પાંડે તેનો પુત્ર અને જમાઈ ગેસ રીપેરીંગ ચલાવતા દુકાનદારને ત્યાં સેંટલમેન્ટમાં ગયા હતા. જ્યાં ઉશ્કેરાતમાં બબાલ મચી હતી અને આ બબાલ હુમલો થતા લોહીયાર બની હતી. 

પિતાને બચાવવા જતા દિકરાને ગળાના ભાગે ચપ્પુ વાગ્યું હતુ

પૂનમ પાંડેનો દીકરો વીજેતા અનિલ પાંડેએ ઉશ્કેરાઈને સુરેન્દ્રસિંગના પરિવાર પાછળ દોડ્યો હતો. સુરેન્દ્રસિંગનો પરિવાર ગભરાઇને નજીકમા ફ્લેટમાં જઈ દરવાજો બંધ કરી દેતા તેઓએ બારીનો કાચ તોડી અંદર ઘૂસીને  પૂનમ પાંડે તેમજ દીકરો વિજેતા અને જમાઈ સોનુ તેમજ બીટ્ટુ સિંગે સુરેન્દ્રસિંગના પરિવારને મારમાર્યો હતો. તેમજ વિજેતાસિંગે પોતાની પાસે રહેલો ચપ્પુ વડે સુરેન્દ્રસિંગ પર હુમલો કરવા જતા સુરેન્દ્રસિંગનો દીકરો વિવેક પિતાને બચાવવા જતા તેને ગળામાં ભાગે ચપ્પુ વાગ્યું હતું. જેથી લોહીલુહાણ થઈ જતા ધમકી આપી પૂનમ પાંડે સહિત ચારેય ભાગી છૂટ્યા હતા. ઘટના અંગે પલસાણા પોલીસે બન્ને પક્ષની સામસામે ફરિયાદ લઈ વધુ તપાસ હાથધરી છે.

એ.ડી.ચાવડા (પી.આઈ : પલસાણા પોલીસ)

આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

હાલ તો પલસાણા પોલીસે સામસામી ફરિયાદ લઇ મહિલા સહિત છ ઇસમોની ધરપકડ કરી કોર્ટે સમક્ષ રજૂ કરતાં પલસાણા નામદાર કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો આદેશ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ