બ્રેકિંગ ન્યુઝ
VTV / In Karnataka, Mysore City Police arrested Mahesh KB Nayak, a resident of Banashankari, Bengaluru, a fifth-pass thug who cheated 15 girls.
Last Updated: 02:41 PM, 11 July 2023
ADVERTISEMENT
હાલમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. જી હાં તમે આવી ઘટના ક્યારેય નહીં સાંભળી હોય. માત્ર 35 વર્ષના યુવકે 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા. તે પોતાને ડોક્ટર અને એન્જિનિયર કહીને યુવતીઓને ફસાવતો હતો. ખાસ વાત એ છે કે તેણે જે પણ છોકરીઓ સાથે લગ્ન કર્યા છે તે તમામ શિક્ષિત અને આત્મનિર્ભર છે. ઘણી પોતે એન્જિનિયર અને ડોક્ટર છે. કેટલીક સરકારી નોકરી કરે છે અને કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીમાં સારા પદ પર ઊંચા પગાર પર છે. આ માણસ બરાબર અંગ્રેજી બોલી શકતો નથી, જો તેણે આવું કર્યું હોત તો કદાચ વધુ ડઝનેક મહિલાઓ તેની જાળમાં ફસાઈ ગઈ હોત. યુવકના 15 લગ્નનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મહિલાએ તેની વિરુદ્ધ ફરિયાદ કરી. બંનેના લગ્ન પાંચ મહિના પહેલા જ થયા હતા.કર્ણાટકમાં મૈસૂર સિટી પોલીસે બેંગલુરુના બનાશંકરીના રહેવાસી મહેશ કેબી નાયકની ધરપકડ કરી છે. મહેશ 34 વર્ષનો છે. 24 વર્ષની ઉંમરથી તેણે મહિલાઓનો શિકાર કરવાનું શરૂ કરી દીધું હતું. 2014થી 2023 સુધીમાં તેણે 15 મહિલાઓને ફસાવી હતી.મહેશને અંગ્રેજી બોલતા સાંભળીને ઘણી સ્ત્રીઓએ તેના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો. પોલીસે કહ્યું કે તેની નબળી ભાષા કૌશલ્ય તેના ઘણા સંભવિત પીડિતો માટે ચેતવણીની ઘંટડીનું કામ કરે છે.

મહેશે તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું
ADVERTISEMENT
મહેશે આ વર્ષે જાન્યુઆરીમાં મૈસૂરના એક સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી એકાદ-બે મહિના સુધી બધું બરાબર ચાલ્યું. જે બાદ તેણે પૈસા માટે મહિલાને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. બંનેએ આંધ્રપ્રદેશના એક શહેરમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેણે યુવતીના માતા-પિતા પાસેથી દહેજ પણ લીધું હતું. મહિલા શરૂઆતમાં તેને તેની કમાણીમાંથી રકમ આપતી હતી. તે પછી મહેશે તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું કે તે હોસ્પિટલ બનાવવા માંગે છે, તેથી તે તેના મામાના ઘરેથી પૈસા લાવે. મહિલાએ ના પાડતાં મહેશ તેના ઘરેણાં અને ઘરમાં રાખેલી તમામ રોકડ લઈને ભાગી ગયો હતો.

ADVERTISEMENT
તપાસ દરમિયાન પોલીસને 15 મહિલાઓ મળી આવી
પોલીસે જણાવ્યું કે મહિલાની ફરિયાદના આધારે ટીમો બનાવવામાં આવી હતી. મહેશનો મોબાઈલ સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને 15 મહિલાઓ મળી આવી હતી. જ્યારે આ મહિલાઓએ જણાવ્યું કે મહેશે તેમની સાથે પણ લગ્ન કર્યા છે તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તેની તુમકુરથી ધરપકડ કરી અને તેને મૈસૂર લાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

4 મહિલાઓને બાળકો હતા
ADVERTISEMENT
મહેશના કેસમાં તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે તેણે જે 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા તેમાંથી ચારને તેના સંતાનો હતા. અન્ય એક મહિલાએ પણ પોલીસનો સંપર્ક સાધ્યો છે અને તેની સાથે પણ છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. લગ્ન બાદ તે થોડા દિવસ મહિલાઓ સાથે રહેતો અને પછી ભાગી જતો.

ADVERTISEMENT
મહેશ આ રીતે મહિલાઓને ફસાવતો હતો
મહેશ મહિલાઓને પોતાની જાળમાં ફસાવવા માટે મેટ્રિમોનિયલ સાઇટ્સનો ઉપયોગ કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે મોટાભાગે તે પોતાની જાતને એન્જિનિયર અથવા ડોક્ટર ગણાવતો હતો. ડૉક્ટર હોવાના દાવાને સાબિત કરવા માટે મહેશે તુમાકુરુમાં નકલી ક્લિનિક પણ સ્થાપ્યું. લોકોને તેમના પર વિશ્વાસ કરવા માટે તેણે એક નર્સ પણ રાખી હતી.

મહિલાઓ ફરિયાદ કરતી નથી
પોલીસે જણાવ્યું હતું કે લગ્ન બાદ મહેશની કોઈ પણ મહિલાએ ફરિયાદ કરી ન હતી. આઘાતજનક રીતે મોટા ભાગના ભણેલી અને નોકરીયાત છે. તેણી તેની આર્થિક જરૂરિયાતો માટે મહેશ પર નિર્ભર ન હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ શરમ અને કલંકના ડરથી છેતરાયા હોવાનો અહેસાસ થયા પછી પણ તેઓએ ક્યારેય ફરિયાદ નોંધાવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.