બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / In Ahmedabad too, the Commissioner of Police held a high-level meeting and gave strict orders

બેઠક / 'મોતની સિરપ' સામે કાર્યવાહી: આ જિલ્લામાં હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે સિરપ, અમદાવાદમાં પણ પોલીસ કમિશનરે હાઇલેવલ મીટિંગ કરીને આપ્યા કડક આદેશ

Vishal Khamar

Last Updated: 05:44 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં થયેલ સિરપ કાંડમાં 6 લોકોનાં મોત બાદ રાજ્યની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે આ બાબતે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમજ નશાનાં વેપારને બંધ કરવા આદેશ કરાયો હતો.

  • ખેડા સિરપ કાંડ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ
  • પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાઈ બેઠક
  • ભાવનગરમાં પણ પોલીસે કેમીસ્ટ એસોશિયેશન સાથે યોજી  બેઠક

ખેડામાં સિરપ કાંડ બાદ 6 લોકોનાં મોત નિપજ્યા છે. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર તેમજ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જે બાદ અમદાવાદ પોલીસ દ્વારા કફ સિરપ અને આર્યુવેદિક સિરપનાં વેચાણને લઈ સૂચના અપાઈ હતી. ગેરકાયદેસર ચાલતા નશાનાં વેપારને બંધ કરવા આદેશ અપાયા છે. અમદાવાદમાં આયુર્વેદિક સિરપને લઈ એક પણ ગુનો નોંધાયો નથી. કફ સિરપ બાદ આયુર્વેદિક સિરપનો નશા માટે ઉપયોગ વધ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્રનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ક્રાઈન બ્રાન્ચ, એસઓજી અને દરેક ઝોનની DCP ની અધ્યક્ષતામાં મિટિંગમાં જોડાયા હતા. 

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે સિરપ
ખેડામાં સર્જાયેલ સિરપ કાંડમાં 6 લોકોનાં મોત બાદ સફાળે જાગેલી પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં નશાનાં વેચાણ પર બ્રેક લગાવવા કમર સરી છે.  ત્યારે ભાવનગરમાં ડી.વાય.એસ.પી.નાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ભાવનગરમાં હવે ર્ડાક્ટરનાં પ્રસ્કિપ્શન વગર સિરપ મળશે નહી. આયુર્વેદિક દવા વેચતા ડીલર તેમજ એસોસિએસન સાથે બેઠક કરી હતી. મેડિકલ એસોસિએશન તેમજ મેડિકલ સ્ટોરનાં સંચાલકોએ સૂચનો આપ્યા હતા. 

આર.આર.સિંઘાલ (Dy.SP. ભાવનગર)

પોલીસ દ્વારા મેડીકલ સ્ટોર પર ચેકીંગ હાથ ધરાશેઃ આર.આર.સિંઘાલ (Dy.SP. ભાવનગર)
આ બાબતે ભાવનગર ડી.વાય.એસ.પી. આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે,  ભાવનગર શહેરમાં આર્યુવેદિક ટોનિકનાં નામે સ્ટોરમાંથી કાલમેઘાસવ તેમજ બીજા જે ટોનિક મળે છે. એ રોકવા માટે પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે. જે આવી જે કંઈ પણ નશાકારક સિરપ વેચે છે. તેમને ત્યારે રેડ કરે છે.  જે અનુસંધાને આજે મેડીકલ એસોશિયેશન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  મીટીંગમાં આગામી સમયમાં પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં  પોલીસ દ્વારા મેડીકલ સ્ટોર પર જઈ ચેકીંગ કરવામાં આવશે. અને જો તેમને ત્યાં આવી નશાકારક કોઈ પણ ચીજ વસ્તુ મળી આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.  તેમજ મેડીકલ એસોસિયેશન દ્વારા આવી કોઈ પણ નશાકારક સિરપ વેચવામાં નહી આવે તેવી ખાત્રી પણ આપવામાં આવી છે. 

ભીષ્મ વોરા (માલિક, મેડીકલ)

વગર ડિસ્ક્રિપ્સન વગર સિરપ કોઈ પણ વેચશે નહીઃ ભીષ્મ વોરા (માલિક, મેડીકલ)
આ  બાબતે મેડિકલ સ્ટોરનાં માલિક ભીષ્મ વોરાએ જણાવ્યું હતું કે, ગત રોજ ગુજરાતનાં નડીયાદ ખાતે આર્યુવેદિકનાં નામે વેચાતિ સિરપનાં કારણે પાંચ લોકોનાં મૃત્યું નિપજ્યા છે. આ સંદર્ભે ભાવનગર જીલ્લા કેમિસ્ટ આગેવાનો તેમજ જુદા જુદા કેમિસ્ટોની એક અલગ અલગ મીટીંગ બોલાવી હતી. જેમાં પોલીસ દ્વારા આ જે સિરપનું વેચાણ અટકાવવા માટે શું કરવું તે માટે સુઝાવો માંગ્યા હતા. જે બાબતે અમે કેમિસ્ટ એસોસિયેશન દ્વારા ખાસ આશ્વત કર્યા હતા. જેમાં એલોપેથીક કોર્ડીન વાળી જે સિરપ છે. તે વગર ડિસ્ક્રિપ્સન વગર કોઈ પણ વેચશે નહી. તેમજ 11 ટકાથી વધારાનું આલ્કોહોલનુ્ં તેવી આર્યુવેદિક સિરપનો જથ્થો પણ અમારા કેમિસ્ટ  સ્ટોર પરથી તેમને મળશે નહી તેવી ખાત્રી આપી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ