બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / important update for central government employees on da hike 7th pay commission latest news today

7th pay commission / કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 1 જુલાઈથી થશે મોટો ફેરફાર, 27 હજાર સુધી વધી જશે પગાર

Arohi

Last Updated: 01:52 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપ્રિલ 2022 માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ડેટા આવી ગયો છે. તે સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થામાં ઓછામાં ઓછો 4 ટકાનો વધારો થવાનો છે.

 • કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી
 • જુલાઈથી વધી જશે પગાર 
 • DAમાં થઈ શકે 5 ટકાનો વધારો

કેન્દ્રીય કર્મચારીઓ માટે આખરે મોટી ખુશખબરી આવી ગઈ છે. 1 જુલાઈ 2022થી તેમના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો તેની જાણકારી મળી જશે. મોંઘવારીના આંકડા આવી ગયા છે. મોટી વાતએ છે કે અત્યાર સુધી મોંઘવારીના આંકડા કરતા અલગ રહ્યું હતું કેન્દ્રીય કર્મચારીઓનું DA 3 અથવા 4 ટકા વધશે. પરંતુ હવે ઝડપથી વધી રહેલા ઈન્ડેક્સે ઈશારો કર્યો છે કે તેમાં 5 ટકાનો પણ વધારો આવી શકે છે. 

તેના માટે મે 2022એ આવનાર મોંઘવારીના આંકડાને જોવાના રહેશે. જોકે એપ્રિલ 2022 માટે જે AICPI ઈન્ડેક્સના નંબર્સ આવે છે તેમાં સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થામાં ઓછામાં ઓછા 4ટકાનો વધારો થવાનો નક્કી છે. 

કેટલો છે AICPI ઈન્ડેક્સ? 
એપ્રિલ 2022 માટે AICPI ઈન્ડેક્સના નંબરમાં મોટો ઉછાળ આવ્યો છે. તેમાં 1.7 પોઈન્ટની તેજી જોવા મળી છે. એપ્રિલમાં ઈન્ડેક્સના કુલ નંબર 127.7 રહ્યા છે. માર્ચમાં મોંઘવારીનાં આંકડા 126 પર હતા. ફેબ્રુઆરીના નંબર્સથી જોવામાં આવે તો એપ્રિલ સુધી ઈન્ડેક્સ 2.7 પોઈન્ટ ચઢી ચુક્યું છે. 

મોંઘવારી ભથ્થામાં વધારો એજ નંબર્સના આધાર પર થાય છે. ઈન્ડેક્સ મોંઘવારીની ચાલના હિસાબથી ઉપર નીચે થાય છે. જો તોમાં વધારો થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ મોંઘવારી ભથ્થું વધે જ છે. 

કેન્દ્રીય કર્મચારીઓને હાલ 34 ટકા મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. પરંતુ 1 જુલાઈ 2022થી તેમના મોંઘવારી ભથ્થામાં જો 4 ટકાનો વધારો થાય છે તો તે 38 ટકા પહોંચી જશે. તેનાથી તેમની સેલેરીમાં પણ સારો ઉછાળ આવશે. 4 ટકા મોંઘવારી વધ્યા બાદ, કુલ DA 38% થઈ જશે. હવે 18,000 રૂપિયાની બેસિક સેલેરી પર કુલ વાર્ષિક મોંઘવારી ભથ્થામાં કુલ વધારો 8640 રૂપિયા થશે. 

લઘુત્તમ બેસિક સેલેરી પર ગણતરી

 • કર્મચારીનો મૂળ પગાર         રૂ. 18,000
 • વર્તમાન મોંઘવારી ભથ્થું (34 ટકા)     રૂ.6120 પ્રતિ માસ
 • નવું મોંઘવારી ભથ્થું (38 ટકા)     રૂ. 6840 પ્રતિ માસ
 • કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું         6840 - 6120 = રૂ 720 પ્રતિ મહિને
 • વાર્ષિક પગારમાં વધારો         720X12 = રૂ 8640 

મહત્તમ બેસિક સેલેરી પર ગણતરી

 • કર્મચારીનો મૂળ પગાર         રૂ. 56900
 • નવું મોંઘવારી ભથ્થું (34 ટકા)    રૂ. 19346 પ્રતિ માસ
 • અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (31 ટકા)     રૂ. 21622 પ્રતિ માસ
 • કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું         21622-19346 = રૂ 2276 પ્રતિ માસ
 • વાર્ષિક પગારમાં વધારો         2276 X12 = રૂ. 27,312

શ્રમ મંત્રાલયે જાહેર કર્યા આંકડા 
આગામી મોંઘવારી ભથ્થું જુલાઈ પછી જ જાહેર કરવામાં આવશે. અગાઉ AICPI ઇન્ડેક્સનો ડેટા મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેનો ખ્યાલ આપે છે. ફેબ્રુઆરીથી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ડીએમાં 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (AICPI)નો ડેટા શ્રમ અને શ્રમ મંત્રાલય દ્વારા દેશના 88 ઔદ્યોગિક રીતે મહત્વપૂર્ણ કેન્દ્રોમાં સ્થિત 317 બજારોમાંથી એકત્રિત છૂટક કિંમતોના આધારે લેવામાં આવ્યો છે. આ સૂચકાંક 88 કેન્દ્રો અને સમગ્ર દેશ માટે તૈયાર કરવામાં આવ્યો છે. AICPI દર મહિનાના છેલ્લા કામકાજના દિવસે બહાર પાડવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

7th pay commission 7મું પગાર પંચ DA Hike in July central government employees કેન્દ્રીય કર્મચારીઓ પગાર વધારો 7th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ