બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important review meeting in Gandhinagar on the issue of onion prices today
ADVERTISEMENT
આજે ગાંધીનગર માં બપોરે 2.30 કલાકે એક રીવ્યુ બેઠક મળી રહી છે તેમાં કોઈ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આ બેઠક માં પુરવઠા સચિવ, ગ્રાહક વિભાગ અને યાર્ડ - ખેડૂતો ના પ્રિતિનિધિઓ હાજર રહેશે , મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ આ બેઠક માં હાજર રહીને 20 પાનાઓ એક રિપોર્ટ ડુંગળીની સ્થિતિ પર રજુ કરશે.
ADVERTISEMENT
વપરાશ ની સામે ઉત્પાદન ઓછું
દેશમાં ડુંગળીના ઉત્પાદકે રાજ્યોમાં કર્ણાટક, મહારાષ્ટ્ર , ગુજરાત અને રાજસ્થાન મુખ્ય છે, હાલ રાજસ્થાન માં સીઝન પુરી થઇ ગઈ છે જયારે ગુજરાત અને મહારાષ્ટ્ર માં ડુંગળી કેટરોમાંથી યાર્ડ માં મોટા પાયે આવી રહી છે, સૌરાષ્ટ્ર - ગુજરાતના ના યાર્ડ માં ડુંગળી ઉતારવાની જગ્યા નથી, કમોસમી વરસાદથી પાક ને નુકશાન થયું છે છતાં યાર્ડ માં ડુંગળીની આવક ખુબ વધી રહી છે પણ સામે વપરાશ વધુ છે, ડુંગળીનો દેશમાં એક જ દીવંશનો વપરાશ 40 હજાર ટન છે તેની સામે દેશનું કુલ ઉત્પાદન 2.30 કરોડ જેટલું છે. વપરાશ સતત વધતો જાય છે તેની સામે ઉત્પાદન એટલું વધતું નથી.
ADVERTISEMENT
તુર્કી અને ઇજિપ્તથી આયાત કર્યા બાદ ભાવ ઘટશે ?
કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવ ને કાબુમાં લેવા તુર્કી અને ઇજિપ્તથી ડુંગળીને આયાત કરવાની કવાયત હાથ ધરી છે અને આ જથ્થો ડિસેમ્બર ના અંતમાં આવે તેવી શક્યતા છે, કો કે ડુંગળીના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા લોકોએ વીટીવીગુજરાતી.કોમ સાથેની વાતચીતમાં એવા સવાલો કાર્ય હતા કે વિદેશથી ડુંગળી આયાત કરવામાં આવી રહી છે પણ તે દેશીની કુલ જરૂરિયાતના માત્ર 5 ટાકા જેટલો જ જથ્થો થશે આ સંજોગોમાં કેંન્દ્ર નું આ પગલું ડુંગળીના ભાવ ઘટાડવામાં કારગત નીવડશે કે નહિ તે સવાલ છે. હાલ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે એક કવીન્ટલ ના 7500 ની આસપાસ છે, ખેડૂતોના સારા ભવ મળશે તો આવતા વર્ષે વાવેતર કરશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.