બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important news regarding the recruitments of Lokarakshak Dal

જાહેરાત / સરકારી ભરતી માટે મોટા સમાચાર: 2-3 દિવસમાં જ LRD અંગે થઈ શકે છે આ મોટી જાહેરાત

Kiran

Last Updated: 01:32 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકરક્ષક ભરતી ની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે, 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલ ઉમેદવારને પણ મળશે તક

  • શિક્ષિત બેરોજગારો માટે મહત્વના સમાચાર
  • થોડા દિવસોમાં જાહેર થઇ શકે છે LRD ભરતી
  • 2થી 3 દિવસમાં જાહેર થઇ શકે છે ભરતી

રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા ઉમેદવારો સારા સમાચાર સામે આવ્યા છે કેમ કે હવે તેમની તૈયારીઓ એડે નહીં જાય..ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે જાણકારી આપતા જણાવ્યું છે કે લોકરક્ષણ ભરતીની ટૂંક સમયમાં જાહેરાત કરાશે. 

શિક્ષિત બેરોજગારો માટે મહત્વના સમાચાર

હસમુખ પટેલે કહ્યું છે કે હાલ LRD ભરતી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે, આગામી થોડા જ દિવસોમાં લોકરક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવશે, ત્યારે આગામી 2થી 3 દિવસમાં ભરતી અંગેની જાહેરાત થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે એમ પણ કહ્યું કે LRD ભરતી સાથે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી પણ કરવામાં આવશે અને 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલ ઉમેદવારને પણ આ ભરતી પ્રક્રિયામાં તક મળશે. એત ટ્વિટમાં તેમણે કહ્યું કે 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલ ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પો.સ.ઇ ભરતી બોર્ડે અરજીઓ મંગાવેલ છે. 


થોડા દિવસોમાં જાહેર થઇ શકે છે LRD ભરતી

અગાઉ પણ હસમુખ પટેલે દિવાળી બાદ નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી અને બહુ જ ઝડપથી કસોટી મામલે વિભાગ તરફથી આ મામલે નોટિફિકેશન બહાર પાડી અધિકૃત વેબસાઈટ પરથી ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવ્યું હતું મહત્વનું છે કે આઈપીએસ હસમુખ પટેલે એક ટ્વીટમાં અગાઉ પણ જણાવ્યું છે કે "લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Important news Lokarakshak Dal lrd recruitment ભરતી જાહેરાત મોટા સમાચાર લોક રક્ષક દળ સરકારી ભરતી Lokarakshak Dal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ