બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Important meeting of health workers union today at Gandhinagar

મીટિંગ / આરોગ્ય કર્મચારી મહાસંઘની આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક, વરણીને લઇ વિવાદ સર્જાતા આજે ચૂંટણી

Vishal Khamar

Last Updated: 09:13 AM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની આજે ગાંધીનગર ખાતે બેઠક મળવાની છે. જેમાં આરોગ્ય કર્મચારી મહાસંઘનાં નવીન પ્રમુખની વરણીને લઈ બેઠક યોજાવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય કર્મચારી સંઘનાં પૂર્વ પ્રમુખ પર ભ્રષ્ટ્રાચારનાં આરોપ લાગતા તેઓને પ્રમુખ પદથી દૂર કરાયા હતા.

  • આરોગ્ય કર્મચારી મહાસંઘની ગાંધીનગરમાં બેઠકનું આયોજન 
  • કર્મચારી મહાસંઘના પ્રમુખની વરણી માટે બેઠકમાં ચર્ચા 
  • આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખો-હોદ્દેદારોની ઉપસ્થિતી 
  • રણજીતસિંહ મોરી પર ભ્રષ્ટાચારના આરોપ બાદ પ્રમુખ પદેથી દૂર કરાયા

 આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક યોજાઈ રહી છે.  આરોગ્ય કર્મચારી મહાસંઘનાં પ્રમુખને લઈ આજે બેઠક યોજાઈ રહી છે. જેમાં આરોગ્ય કર્મચારી મહાસંઘનાં જીલ્લાનાં પ્રમુખો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.  ત્યારે તાજેતરમાં જ આરોગ્ય કર્મચારી મહાસંઘનાં પ્રમુખ રણજીતસિંહ મોરી પર ભ્રષ્ટ્રાચારનાં આરોપ બાદ તેઓને પ્રમુખ પદેથી દૂર કરાયા હતા. તેમજ રણજીતસિંહ મોરી પર સોશિયલ મીડિયા પર ભ્રષ્ટ્રાચારનાં આરોપ બાદ વરણીને લઈ વિવાદ સર્જાયો હતો. આજે જીલ્લા પ્રમુખોની હાજરીમાં પ્રમુખની વરણીને લઈ ચૂંટણી યોજાશે. 

રણજીતસિંહ મોરી સામે ભ્રષ્ટ્રાચારનાં શું આક્ષેપ થયા
આરોગ્ય કર્મચારી મહાસંઘનાં પૂર્વ પ્રમુખ રણજીતસિંહ મોરી સામે આરોગ્ય કર્મચારીઓને નકલી સર્ટીફીકેટ તેમજ નજીકનાં સ્થળે બદલી અને નોકરી આપવાનાં બહાને ભ્રષ્ટ્રાચાર આચર્યો હતો. તેમજ આરોગ્ય કર્મચારી મહાસંઘનાં કરોડો રૂપિયાની ઉચાપતનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ 500 જેટલા કર્મચારીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા.અને કર્મચારીઓ દ્વારા પૈસા આપવા છતાં કામ પૂર્ણ ન થતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયામાં પ્રમુખ રણજીતસિંહ મોરી પર આક્ષેપ કર્યા હતા.  જે બાદ 5 સપ્ટેમ્બરનાં રોજ આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ખાસ બેઠક બોલાવી હતી. જેમાં મહાસંઘનાં પ્રમુખ રણજીતસિંહ મોરીને પ્રમુખ પદેથી હટાવવાનો સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ