બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય, અભ્યાસક્રમમાં કરાયો આ ફેરફાર, જાણો શું

મોટા સમાચાર / GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય, અભ્યાસક્રમમાં કરાયો આ ફેરફાર, જાણો શું

Last Updated: 02:52 PM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GPSC Recruitment : GPSC દ્વારા વિવિધ ભરતી પ્રક્રિયા સરળ કરવાની કવાયતના ભાગરૂપે હેવ ભરતી પરીક્ષા માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ રહેશે

GPSC Recruitment : GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય કરાયો હોવાની જાહેરાત કરાઇ છે. વિગતો મુજબ GPSC દ્વારા વિવિધ ભરતી પ્રક્રિયા સરળ કરાશે. જે અંતર્ગત સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ નક્કી કરાયો છે. એટલે સરળ ભાષામાં સમજીએ તો ભરતી પરીક્ષા માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ રહેશે. નોંધનિય છે કે, અગાઉ ઉમેદવારોએ જૂદી જૂદી ભરતી પરીક્ષા માટે અલગ અભ્યાસક્રમ હતો.

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય કરાયો છે. GPSC દ્વારા વિવિધ ભરતી પ્રક્રિયા સરળ કરવાની કવાયતના ભાગરૂપે હેવ ભરતી પરીક્ષા માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ રહેશે. જેને લઈ હવે અગાઉનો અભ્યાસક્રમમાં સામાન્ય ફેરફાર કરી માહિતી ઓનલાઈન મુકાઈ છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, તબક્કાવાર વિવિધ ટેક્નિકલ કેડર માટે અભ્યાસક્રમ એક કરવા ફેરફાર કરાશે. આ સાથે ઓછી ભૂલ થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે.

વધુ વાંચો : હરણી બોટકાંડને આજે એક વર્ષ પૂર્ણ, પોતાના બાળકો ગુમાવનારા પરિવારોનું દર્દ છલકાયું, કહ્યું 'દોષિતોને સજા કરો'

GPSCના ચેરમેન હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વધારે ઓબ્જેક્શન આવવાના કારણે ફી લેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, વાંધાઓ સાથે એવિડેન્સ જોડવામાં આવે છે. કેટલાક તત્વો દ્વારા ઉમેદવારો પાસે અરજી કરાવતી હતી. જેથી હવે વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GPSC Recruitment Exam Hasmukh Patel GPSC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ