બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હરણી બોટકાંડને આજે એક વર્ષ પૂર્ણ, પોતાના બાળકો ગુમાવનારા પરિવારોનું દર્દ છલકાયું, કહ્યું 'દોષિતોને સજા કરો'
Last Updated: 02:17 PM, 18 January 2025
વડોદરા હરણી લેકઝોન બોટ દુર્ઘટના કેસને આજે એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યારે આ ઘટનામાં પીડિત પરિવારો ન્યૂ સનરાઇઝ સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે આ દરમિયાન ન્યૂ સનરાઈઝના સ્કૂલ સંચાલકે પોલીસ બોલાવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેમાં વાલીઓએ કહ્યું હતું કે આજે ઘટનાને એક વર્ષ થયું હોવા છતાં સ્કૂલે બાળકોને રજા આપીને માનવતા ન દાખવી.
ADVERTISEMENT
શ્રદ્ધાંજલિ આપતા અટકાવ્યા
વધુમાં વાલીઓ જણાવ્યું હતું કે સ્કૂલ સંચાલકે પોલીસ બોલાવી અમને શ્રદ્ધાંજલિ આપતા અટકાવ્યા અને સ્કૂલમાં લાગેલું શ્રદ્ધાંજલિનું બેનર પણ કઢાવી નાખ્યું હતું. વધુમાં આ અંગે વાલીઓએ જણાવ્યું હતું કે સરકારે અમને ન્યાય નથી આપ્યો, ભાજપ સ્કૂલ સંચાલકને બચાવી રહી છે. અમારી માંગ છે કે બોટકાંડના દોષિતોને સજા કરો અને સ્કૂલની માન્યતા રદ કરી સંચાલક પર કાર્યવાહી કરો.
ADVERTISEMENT
જાણો સમગ્ર દૂર્ઘટનાનો કેસ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં એક આરોપી ધર્મિન ભટાણી પણ છે જેની બેંગ્કોકથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટથી આરોપીની ધરપકડ કરાઈ હતી.
ADVERTISEMENT
124 પાનાની ચાર્જશીટ તૈયાર કરી
આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે પુરાવાઓ હોવાથી 124 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી તેમજ ચાર્જશીટ સાથે જોડવામાં આવેલા પુરાવાના 2795 પાના મળી કુલ 2819 પાનાની ચાર્જશીટ વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સગા-સંબંધીઓને પણ લેકઝોનમાં પાર્ટનર બનાવ્યા હતા
18 જાન્યુઆરીએે હરણી લેકઝોનમાં 12 બાળકો સહિત 14એ જીવ ગુમાવ્યા હતા. આ કેસની તપાસ માટે પોલીસે ઉચ્ચ અધિકારીઓની SIT બનાવાઇ હતી. બોટ દુર્ઘટનાકાંડમાં મુખ્ય આરોપી પરેશ શાહ છે. પરેશ શાહ લેકઝોન ચલાવતો હતો અને પોતાનાં સગા-સંબંધીઓને પણ લેકઝોનમાં પાર્ટનર બનાવ્યાં હતાં. જેમાં પરેશ શાહની પત્ની નૂતન શાહ, પુત્ર વત્સલ શાહ અને પુત્રી વૈશાખી શાહ પણ લેકઝોનમાં પાર્ટનર હતાં.
ADVERTISEMENT
આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર લોકો પ્લેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો સચ્ચાઈ
સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી!
ADVERTISEMENT
હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન કરાયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે.

પકડાયેલા તમામ 20 આરોપીઓના નામ
નયન ગોહિલ
ભિમસિંગ યાદવ
શાંતિલાલ સોલંકી
અંકિત વસાવા
વેદ પ્રકાશ યાદવ
રશ્મિકાંત પ્રજાપતિ
બિનિત કોટીયા
ગોપાલદાસ શાહ
પરેશ શાહ
જતીન દોશી
તેજલ દોશી
નેહા દોશી
નિલેષ જૈન
અલ્પેશ ભટ્ટ
દિપેન શાહ
ધર્મીલ શાહ
વત્સલ શાહ
વૈશાખી શાહ
નૂતન શાહ
ધર્મીન ભટાણી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.