બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરત એરપોર્ટ પર લોકો પ્લેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જાણો સચ્ચાઈ
Last Updated: 10:46 PM, 17 January 2025
આ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર અવનવા મનોરંજનના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો ખુબ રસપ્રદ માહિતી આપી જતા હોય છે. તો કેટલાક વીડિયો તો એવા હોય કે, આપણને રીતસરના વિચારમગ્ન કરી દેતા હોય છે. ત્યારે એક વીડિયો સુરત એરપોર્ટનો સામે આવ્યો છે, જેમાં પ્લનને લોકો ધક્કા મારી રહ્યા છે, જે વીડિયો જોયા પછી લાગે કે,આ ધક્કા ગાડી છે કે, પ્લેન ?
ADVERTISEMENT
પ્લેનને લોકો ધક્કો મારતાનો વીડિયો
ADVERTISEMENT
એરપોર્ટ પર પ્લેનને લોકો ધક્કો મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ટેકનિકલ ખામીના કારણે પ્લેનને ધક્કો મારતા હોવાની ચર્ચા છે. વાયરલ વીડિયોને લઈ લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: લકી ડ્રોના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાનું ખંખેરવાનું ષડયંત્ર, પોલીસના ડર વગર કૂપનોનું વેચાણ
લોકો રમૂજ કોમેન્ટ કરી રહ્યાં છે
એરપોર્ટ ઓથોરિટીએ વાયરલ વીડિયો સુરતનો ન હોવાનો ખુલાસો કર્યો છે જ્યારે આ વાયરલ વીડિયો સુરતનો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા છે. લોકો વીડિયોને લઈ રમૂજ કોમન્ટ કરી કહી રહ્યાં છે કે, આજ સુધી તમે લોકોને ટુ વ્હીલર Two wheeler) અને ફોર વ્હીલરને ધક્કો મારતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને વિમાનને (Plane) ધક્કો મારતા જોયા છે ? લો તો એ પણ જોઈ લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.