બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લકી ડ્રોના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાનું ખંખેરવાનું ષડયંત્ર, પોલીસના ડર વગર કૂપનોનું વેચાણ
Last Updated: 10:55 PM, 17 January 2025
બનાસકાંઠામાં પોલીસની કાર્યવાહી છતાં લકી ડ્રોના નામે છેતરપિંડીનો કારસ્તાન ધમધમી રહ્યું છે. સોશિયલ મીડિયામાં બેફામ જાહેરાત કરી લોકોને કૂપન લેવા બેફામ લાલચ અપાઈ રહી છે. ધાનેરામાં નોંધાયેલી ફરિયાદનો આરોપી લકી ડ્રોની જાહેરાત કરી રહ્યો છે. આરોપી પ્રવિણ ચૌધરી લોકોને કૂપન ખરીદવા સોશિયલ મીડિયામાં લાલચ આપી રહ્યો છે. તો બીજી તરફ થરાદના રાહમાં પણ બનાસ ધરા મિત્ર મંડળ લક્કી ડ્રોના નામે હજુ પણ સોશિયલ મીડિયામાં લાલચ આપી કૂપનો વેચવામાં આવી રહી છે.
ADVERTISEMENT
લક્કી ડ્રોના આયોજકોને પોલીસનો ડર નથી ?
ADVERTISEMENT
બનાસકાંઠામા જાણે કે, લક્કી ડ્રોના આયોજકોને પોલીસનો ડર જ ન હોય તેમ પોલીસની ચેતવણી બાદ પણ લક્કી ડ્રોનું આયોજન કરી રહ્યાં છે અને સોશિયલ મીડિયાાં પ્રસાર પ્રચાર કરી ભ્રામક વાતો કરીને લોને કુપનો વેચીને તગડા રૂપિયાનો ફ્રોર્ડ કરી રહ્યાં છે. થરાદ તાલુકાના રાહ અને મોરથલ ગામે કાયદાના ડર વિના આયોજન લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. 8મી ફેબ્રુઆરીએ લકી ડ્રો યોજાવા જઇ રહ્યો છે.
આ પણ વાંચો: હોટલ માલિક સહિત 4 લોકોએ ગ્રાહક પર કર્યો હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ
કરોડો વસૂલવાનું ખુલ્લેઆમ ષડયંત્ર
લકી ડ્રોના નામે લોકો પાસેથી કરોડો વસૂલવાનું ખુલ્લેઆમ ષડયંત્ર ધમધમી રહ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ પણ લોકોને આ લક્કી ડ્રોમાં ન ફસાવવાની અપીલ કરી છે પરંતુ ક્યાંકને ક્યાંક પોલીસની પણ ઢીલી નીતિ બની હોય તેના કારણે ફરી એકવાર લક્કી ડ્રોના આયોજકો એક્ટિવ થયા છે. લોકોને લલચાવીને પૈસા પડાવી રહ્યાં છે, ત્યારે લક્કી ડ્રો નામનો કૌભાંડ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.