બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હોટલ માલિક સહિત 4 લોકોએ ગ્રાહક પર કર્યો હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ
Last Updated: 06:49 PM, 17 January 2025
અરવલ્લીમાં મોડાસા બાયપાસ રોડ પર એક હોટલમાં ગ્રાહક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. શ્રીનાથજી હોટલમાં ગ્રાહક પર લાકડીવાળી થઈ હોવાનું વીડિયો સામે આવ્યો છે. જમવા બાબતે થયેલી નજીવી રકઝકના કારણે હોટલ માલિક અને ગ્રાહક મારમારી થઈ હતી.
ADVERTISEMENT
Aravalli: મોડાસા શ્રીનાથજી હોટલમાં રોટલો કાચો હોવાની ફરિયાદ કરતા મારામારી#AravalliNews #ModasaHotelBrawl #SrinathjiHotelBrawl #SrinathjiHotelAttack pic.twitter.com/9AoI76AN7O
— Dinesh Chaudhary (@DineshVTVNews) January 17, 2025
4 લોકોએ લાકડીથી હુમલો કર્યો
ADVERTISEMENT
રોટલો કાચો હોવાની ફરિયાદ કરતા ગ્રાહક પર હુમલો કરાયો હતો. હોટલ માલિક સહિત 4 લોકોએ લાકડીથી હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ કેસ કાઉન્ટર પર જાય છે જ્યાં વાતચીત કરતા કરતા રકઝક થવા લાગે છે આમ જોત જોતામાં મારામારી શરૂ થઈ જાય છે ત્યારે કેટલાક શખ્સો લાકડી વડે પર માર મારતા નજરે પડે છે.
આ પણ વાંચો: રસ્તાની બાજુમાં ઉભેલી બસ સાથે વાનની ટક્કર, ભીષણ અકસ્માતમાં 9ના મોત
4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આ સમગ્ર મામલે ગ્રાહકે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે હોટલ માલિક સહિત 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.