બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / અમદાવાદ / Impact of VTV NEWS report in Ahmedabad, CTM double decker bridge made safer

VTV IMPACT / અમદાવાદના સુસાઈડ બ્રિજને નેટ લગાવી સુરક્ષિત કરી દેવાયો, છેલ્લા 2 વર્ષમાં 6 લોકોએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

Malay

Last Updated: 11:20 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CTM ડબલ ડેકર બ્રિજને લઈને VTV NEWSના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું, બ્રિજમાં 7 જેટલા નક્કી કરેલા સ્પોટ પર બહારના ભાગથી નેટ લગાવી દેવાઈ.

 

  • અમદાવાદમાં VTV NEWSના અહેવાલની અસર
  • CTM ડબલ ડેકર બ્રિજને વધુ સુરક્ષિત કરી દેવાયો
  • તંત્ર દ્વારા બ્રિજના દરેક ભાગમાં નેટ લગાવી દેવાઈ

અમદાવાદમાં VTV NEWSના અહેવાલનો પડઘો પડ્યો છે.  CTM ડબલ ડેકર બ્રિજ પર VTV NEWSના રિયાલિટી ચેક બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. બ્રિજના 7 જેટલા નક્કી કરેલા સ્પોટ પર બહારના ભાગથી નેટ લગાવી દેવામાં આવી છે. 

VTV NEWSના અહેવાલ બાદ તંત્ર હરકતમાં
CTM ડબલ ડેકર બ્રિજને વધુ સુરક્ષિત કરી દેવાયો છે. તંત્ર દ્વારા બ્રિજના દરેક ભાગમાં નેટ લગાવી દેવામાં આવી છે. બ્રિજની બંને બાજુ જાળી છે પરંતુ વીજપોલ પાસે જગ્યા રહેતી હતી. વીજપોલ પાસે જગ્યા રહેવાથી આત્મહત્યાના પ્રયાસ સામે આવ્યા હતા. આ મામલે VTV NEWSએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેથી 7 જેટલા નક્કી કરેલા સ્પોટ પર બહારના ભાગથી  નેટ લગાવી દેવામાં આવી છે. 

VTV NEWSએ કર્યું હતું રિયાલિટી ચેક
અમદાવાદના CTM ડબલ ડેકર બ્રિજ પરથી છેલ્લા 2 વર્ષમાં 6 લોકોએ આત્મહત્યાના પ્રયાસ કર્યા છે. CTM ડબલ ડેકર બ્રિજ પર વધી રહેલા આપઘાતના પ્રયાસ કેસમાં VTV NEWSએ બ્રિજની સ્થિતિનું રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં મોટા બ્રિજ પર એક ફ્રેન્સિંગ કરી જાળી લગાવેલી જોવા મળી હતી. પરંતુ બ્રિજ પર અનેક સ્થળે નીચે પડતું મૂકી શકાય તેવી ખુલ્લી જગ્યા જોવા મળી હતી અને જેના કારણે લોકો માટે આ બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની ગયો હતો. આ તકે લોકોએ પણ બ્રિજને લઈને દહેશત વ્યક્ત કરી હતી અને પોલીસ બંદોબસ્તની કરી માંગ હતી. 

02 માર્ચે મહિલાએ કરી હતી આત્મહત્યા
બ્રિજની ઉપર વીજપોલ પાસે જગ્યા રહેતા આત્મહત્યા પ્રયાસના કેસ સામે આવ્યા હતા. આ બ્રિજ પરથી એક મહિનામાં બાળક સહિત 4 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ અંગે વિગતવાર વાત કરીએ તો બાપુનગરમાં રહેતી શીતલ સોનાર નામની 48 વર્ષની મહિલા 2 માર્ચે ઘરેથી કપડાં ખરીદવા નીકળી હતી અને ત્યારબાદ CTM એક્સપ્રેસના ડબલ ડેકર બ્રિજ પર ચઢીને છલાંગ લગાવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. 

મૃતક મહિલાની તસ્વીર

1 માર્ચે પણ એક યુવતીએ લગાવી હતી છલાંગ
ગત 1 માર્ચે સવારે 11 વાગ્યાના અરસામાં એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સવારે યુવતી બ્રિજ ઉપરથી કૂદી ત્યારે નીચે પટકાતા તેને ગંભીર ઇજા થઈ હતી. એટલું જ નહીં, તે નીચે પટકાયા બાદ તેની ઉપર એક કાર ફરી વળી હતી. આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા હતા. 

17 ફેબ્રુઆરીએ બાળક આપઘાત કરવા જતા લોકોએ બચાવ્યો
17 ફેબ્રુઆરીએ 12 વર્ષનો બાળક બ્રિજ પરથી આપઘાતનો પ્રયાસ કરવા જતાં સ્થાનિક લોકો અને પોલીસે બચાવીને પરિવારને સોંપ્યો હતો. ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકને માનસિક બીમારીની દવા ચાલતી હોવાનું સામે આવ્યું હતું. બાળકને ઘરે પિતાએ ઠપકો આપતા માતા-પિતાને ઘરમાં પૂરીને આપઘાતનો પ્રયાસ કરવા પહોંચ્યો હતો. પરંતુ પોલીસની સજાગતાએ બાળકનો જીવ બચાવ્યો હતો.

12-year-old student's suicide attempt from CTM's double-decker bridge

06 ફેબ્રુઆરીએ યુવતીએ લગાવી હતી છલાંગ
ગત 6 ફેબ્રુઆરીએ CTM  ઓવરબ્રિજ પરથી યુવતીએ બપોરના સુમારે એકા એક છલાંગ લગાવી દીધી હતી. યુવતીએ છલાંગ લગાવતા યુવતી નીચે પટકાઈ હતી. યુવતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ પગે ફેક્ચર થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

યુવતીએ લગાવી હતી છલાંગ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news CTM Bridge CTM બ્રિજ VTV NEWS reality check Vtv Exclusive અમદાવાદ ન્યૂઝ CTM Double Decker Bridge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ