બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / If you want to stay healthy in winter, include this superfood in your diet today, you will never get sick

હેલ્થ ટીપ્સ / શિયાળામાં સ્વસ્થ રહેવું છે તો આજે જ ડાઈટમાં સામેલ કરી લો આ સુપરફૂડ, ક્યારેય નહીં પડો બીમાર

Megha

Last Updated: 11:44 AM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડીની ઋતુમાં ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે કેટલું અને કેવી રીતે ફાયદાકારક છે એ વિશે તમને જણાવશું.

  • ખજૂર ઠંડીની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે
  • ખજૂર સૂક્ષ્મ પોષકતત્વોનો ખજાનો કહેવામાં આવે છે
  • ખાસ કરીને રાત્રે દૂધ સાથે ખજૂર ખાવું પણ ફાયદાકારક

શિયાળાની ઋતુ નજીક આવતા જ બજારમાં ખજૂરની માંગ ઝડપથી વધવા લાગે છે અને તેની  પાછળનું કારણ છે ખજૂરમાં જોવા મળતા ઔષધીય ગુણોને. તેને કારણે ખજૂર ઠંડીની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે. ખજૂર ફક્ત આપણા શરીરને ગરમ રાખવાનું જ કામ નથી કરતું પણ તેને આહારમાં સામેલ કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. જણાવી દઈએ કે ખજૂરને પોષક તત્વો અને સૂક્ષ્મ પોષકતત્વોનો ખજાનો કહેવામાં આવે છે અને ખાસ કરીને રાત્રે દૂધ સાથે ખજૂર ખાવું પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઠંડીની ઋતુમાં ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે કેટલું અને કેવી રીતે ફાયદાકારક છે એ વિશે તમને જણાવશું. 

હાઈ બીપી
હાઈ બ્લડ પ્રેશર એટલે કેહાઈ બીપી દર્દીઓએ શિયાળામાં તેમના રોજિંદા આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ. જણાવી દઈએ કે ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એટલા માટે આવા લોકોએ દરરોજ લગભગ ચાર ખજૂરનું સેવન કરવું જોઈએ.

ડાયાબિટીસ 
ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂર એક ખાસ અને મહત્વની વસ્તુ માનવામાં આવે છે. જણાવી દઈએ કે ખજૂરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે અને તેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ રિફાઈનરી સુગરથી દૂર રહેવું જોઈએ અને ખજૂરની સિઝન આવતા જ તેને ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.

એનીમિયા 
ખજૂર એનિમિયાની બીમારીને દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ હોય છે એવામાં ખજૂર શરીરમાં આયર્નની ઉણપને પૂર્ણ કરે છે અને આયર્ન શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે.  આ સાથે જ ખજૂરમાં ફાઈબર અને વિટામિન સી પણ ભરપૂર હોય છે જેને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

શરદી 
ઠંડીની મોસમ આવતા જ લોકોને શરદીઅને ઉધરસની સમસ્યા થવા લાગે છે. એવામાં શિયાળામાં ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને મોસમી રોગો દૂર રહે છે, આ સાથે જ ખજૂરનો ઉપયોગ આયુર્વેદિક દવા અથવા ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ થાય છે. શિયાળાની ઋતુમાં તમારે દરરોજ લગભગ ચાર ખજૂર ખાવા જોઈએ અને આ સિવાય તમે ખજૂરને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Dates Khajoor Winter ખજૂર ઠંડીની ઋતુ શિયાળા Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ