બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ધર્મ / If you tie your brother's zodiac sign on Rakshabandhan, fate will always support you, the planets will be strong

Raksha bandhan / રક્ષાબંધન પર તમારા ભાઈની રાશિ અનુસાર બાંધો રાખડી, ભાગ્ય હંમેશા આપશે સાથ, ગ્રહો થશે મજબૂત

Dinesh

Last Updated: 07:38 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનને લઈ જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે, જો બહેનો રાશિ પ્રમાણે પોતાના ભાઈઓને રાખડી બાંધે છે તો તેમનો સંબંધ વધુ મજબૂત બને છે તેમજ સાથે સાથે ભાઈ-બહેનના જીવનમાં ખુશીઓ વધે છે, તેમજ બંને વચ્ચેનો સંબંધ હંમેશા અતૂટ રહે છે.

  • ભાઈ પ્રત્યે બેનની શુભેચ્છા એટલે રક્ષાબંધન
  • રાશિ પ્રમાણે પોતાના ભાઈઓને રાખડી બાંધવી
  • રાખડીએ માત્ર રેશમનો દોરો નથી, પ્રેમનું પ્રતિક છે


રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈઓને જે રાખડી બાંધે છે તે માત્ર રેશમનો દોરો નથી હોતો પરંતુ પ્રેમનું એક બંધન હોય છે. જે બંધનથી ભાઈ-બહેનના પવિત્ર સંબંધ કાયમી બંધાઈ રહે છે. શાસ્ત્રોની માન્યતા અનુસાર બહેનો જો તેમની રાશિ પ્રમાણે પોતાના ભાઈઓને બહેનો રાખડી બાંધે છે તો તેમનો સંબંધો વધુ મજબૂત બને છે, ભાઈનું આયુષ્ય પણ લાંબુ વધે છે. આજે અમે તમને જણાવીએ કે, બહેનોને તેમના ભાઈને રાશિ પ્રમાણે કેવા પ્રકારની રાખડી બાંધવી જોઈએ

Rakshabandhan today: It is extremely inauspicious to tie a rakhi by placing the brother in this direction, know the rule

મેષ અને વૃશ્ચિક રાશિ
જો તમારા ભાઈની રાશિ મેષ અથવા વૃશ્ચિક છે તો તમે તમારા ભાઈને લાલ અથવા કેસરી રંગની રાખડી બાંધી શકો છો. જેનાથી તમારા સંબંધોમાં પ્રેમ જળવાઈ રહેશે અને તમારા સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બનશે. આ સાથે આ દિવસે ભાઈને કેસરથી તિલક કરવું શુભ રહેશે.

વૃષભ અને તુલા રાશિ
વૃષભ અને તુલા રાશિના જે બહેનોને ભાઈઓ હોય તે રક્ષાબંધનના દિવસે તેમના ભાઈઓને ગુલાબી રંગની મોતવાળી રાખડી બાંધે. આ રાશિના ભાઈઓ માટે આ રંગ સૌથી શુભ માનવામાં આવે છે. ગુલાબી રંગને પ્રેમ અને સૌહાર્દ વધારવાનો રંગ માનવામાં આવે છે. આ સિવાય સફેદ મોતી સંબંધોમાં તણાવ દૂર કરીને પ્રેમમાં વધારો કરે છે.

મિથુન અને કન્યા રાશિ
મિથુન અને કન્યા રાશિના ભાઈઓ માટે લીલા રંગની રાખડી સૌથી શુભ માનવામાં આવે છે. આ રાશિનો સ્વામી બુધ છે અને બુધનો પ્રિય રંગ લીલો છે. આ રંગની રાખડી બાંધવાથી કુંડળીમાં બુધની સ્થિતિ સુધરે છે અને તમારા ભાઈની કારકિર્દીમાં સફળતા મળે છે. મિથુન અને કન્યા રાશિના લોકોએ રક્ષાબંધનના દિવસે ગાયને પાલક અથવા થોડો લીલો ચારો ખવડાવવો જોઈએ.

rakshabandhan2023 : Today binds the love of brothers and sisters with an unbreakable thread of silk

કર્ક રાશિ
જો કેર્ક રાશિના છોકરાઓને તેમની બહેન અક્વા રંગની રાખડી અથવા સફેદ અને ચાંદી રંગની મોતિયોની માળા બાંધે તો ભાઈ-બહેનનો સંબંધ વધુ ગાઢ્ઢ બને છે. ચંદ્રને આ રાશિનો સ્વામી કહેવામાં આવે છે અને ચંદ્રને શુભ બનાવવા માટે સફેદ અને ચાંદીને સૌથી ભાગ્યશાળી રંગ માનવામાં આવે છે. આ રાશિના લોકોને મોતીની રાખડી બાંધવી પણ ખૂબ જ શુભ રહેશે.

સિંહ રાશિ
સિંહ રાશિના ભાઈઓએ તેમની બહેનોને પીળી અને નારંગી રાખડી બાંધવી જોઈએ. સૂર્ય આ રાશિનો સ્વામી છે અને પીળો અને નારંગી રંગ સૂર્યનું પ્રિય છે. આ રાશિના ભાઈઓને પીળી અને નારંગી રાખડી બાંધવાથી તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ વધે છે.

ધન અને મીન રાશી
જો ધન અને મીન રાશિના ભાઈઓને તેમની બહેનો પીળા, કેસરી રંગની રાખડી બાંધે છે તો તે તેમના સંબંધોના બંધનને વધુ મજબૂત બનાવશે. આ રાશિઓનો સ્વામી ગુરુ છે અને ગુરુ પણ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત માનવામાં આવે છે. એટલા માટે આ રાશિના ભાઈઓએ મોર પીંછાવાળી રાખડી બાંધવી જોઈએ. આ સિવાય આ રાશિના ભાઈઓએ ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે કંડારાયેલી રાખડી બાંધવી સારી રહેશે.

મકર અને કુંભ રાશિ
આ રાશિના ભાઈઓને પોતાની બહેનોને વાદળી અને લીલી રાખડી બાંધવી જોઈએ. આવી રાખડી તેમના માટે શુભ ગણાય છે. જેના પર સ્વસ્તિકનું પ્રતીક અંકિત હોય. તેમના માટે પણ મોર પીંછાવાળી રાખડી બેસ્ટ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ