ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
એસઆઈપીમાં રોકાણ કરો છો તો સારું રિટર્ન મળશે
જો તમે એસઆઈપીમાં રોકાણ કરો છો તો તમે સારું રિટર્ન પ્રાપ્ત કરી શકો છો. કારણકે એસઆઈપી એટલેકે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન, જે રોકાણકારોની પહેલી પસંદ રહે છે. ઘણા લોકો એકસામટુ રોકાણ કરવાનુ વધારે પસંદ કરે છે, પરંતુ પગારદાર વર્ગની પહેલી પસંદ મોટાભાગે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન જ હોય છે.
ADVERTISEMENT

વચ્ચે ક્યારેક એકસામટી રકમ પણ જમા કરવી જોઈએ
ADVERTISEMENT
તમારે પોતાના રોકાણને મજબૂત કરવા માટે વચ્ચે એકસામટી રકમ પણ જમા કરવી જોઈએ. ઘણી વખત એવુ થાય છે કે તમારી પાસે એડિશનલ પૈસા આવે છે. જેમકે વાર્ષિક વ્યાજ અથવા કોઈ પોલિસી પાકતી વખતે મળતા પૈસા અથવા પછી ઘણા સમયથી કરવામાં આવેલી બચત. આ રકમને તમારે એસઆઈપીની સાથે એકસામટુ રોકાણ કરવુ જોઈએ. એટલેકે વધારાના યુનિટ ખરીદવા જોઈએ. આ તમે એવા સમયે કરી શકો છો જ્યારે માર્કેટ ભાંગી રહ્યો છે, તો એવામાં તકનો ફાયદો ઉઠાવીને મ્યુચ્યુઅલ ફંડ્સની અમુક યુનિટ્સ ખરીદી શકાય છે.
સારા રિટર્ન માટે માર્કેટમાં વધુ સમય સુધી ટકવુ જરૂરી
ADVERTISEMENT
એસઆઈપીને દરેક સ્થિતિમાં ચાલુ રાખવાનુ જરૂરી હોય છે, જ્યાં સુધી કે તમે પોતાનુ નાણાંકીય લક્ષ્ય પ્રાપ્ત ના કરી લો. ઘણા લોકો એવા હોય છે, જે અમુક સમય તો પોતાનુ રોકાણ ચાલુ રાખે છે, પરંતુ પછી રોકાણ અટકાવી દે છે. એવામાં તમારે પોતાનુ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સારા રિટર્ન માટે માર્કેટમાં વધુ સમય સુધી ટકવુ જરૂરી છે. તેથી પછી ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય તમારે રોકાણ ચાલુ રાખવુ જ પડે.

ADVERTISEMENT
નાની બચત ક્યારેય પણ કરી શકો છો શરૂ
મહત્વનું છે કે એવા ઘણા લોકો પણ હોય છે, જે ખૂબ મોડુ રોકાણની શરૂઆત કરે છે. ધારો કે તમારી ઉંમર 35 વર્ષ થઇ ગઇ છે, તેમ છતા તમે દર વર્ષે માત્ર 5 હજારનુ રોકાણ કરીને લગભગ એક કરોડ રિટર્ન પ્રાપ્ત કરી શકો છો. જેમાં જો તમને રેટ ઑફ રિટર્ન 12 ટકા મળશે. એવામાં 60 વર્ષની ઉંમરમાં તમને 95 લાખ રૂપિયાનુ રિટર્ન મળશે. જેમાં 15 લાખ તમારું કુલ રોકાણ હશે અને બાકી 80 લાખ રિટર્ન હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT