બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / If you have in mind that Corona is gone then look at today's statistics, illusions will be shattered, big jump in case after festivals

સાવધાન / જો તમારા મનમાં હોય કે કોરોના ગયો તો આજના આંકડા જોઈ લેજો, ભ્રમ તૂટી જશે, તહેવારો બાદ કેસમાં મોટો ઉછાળો

Mehul

Last Updated: 09:15 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સતત બીજા દિવસે રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના 40 કેસ પોઝિટિવ નોંધાયા છે.અમદાવાદમાં સૌથી વધુ કહી શકાય તેવા 14 કેસ

  • રાજ્યમાં સતત બીજા દિવસે પણ વધુ કેસ 
  • છેલ્લા 24 કલાકમાં 40 કેસ આવ્યા નવા 
  • હજુ જાળવી જજો,કોરોના ધરમૂળથી ગયો નથી 

રાજ્યમાં સતત બીજા દિવસે રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના 40 કેસ પોઝિટિવ નોંધાયા છે.અમદાવાદમાં સૌથી વધુ કહી શકાય તેવા 14 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કુલ 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.હાલ 234 કોરોના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે.

ગુજરાતના શહેર -જિલ્લાઓની વાત કરીએ તો સુરતમાં 7, વડોદરામાં 6 રાજકોટમાં 3, જૂનાગઢમાં 2 કેસ નોધાયા છે.તો વલસાડમાં 2, અમરેલીમાં 1 કેસ, સોમનાથમાં 1, ખેડામાં 1, મોરબીમાં 1 કેસ,નવસારીમાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ સામે આવ્યા છે.


રાજ્યમાં ફરી એકવાર ધીમે-ધીમે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આગામી થોડા દિવસો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. કારણે દિવાળી બાદ કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે આ આંકડો હજૂ પણ વધવાની શક્યતા છે. કારણ કે, લોકોના પ્રવાસ હવે ખતમ થશે. જો સંક્રમિત થયા હશે તો તેમના આંકડા પણ સામે આવી શકે છે.

દિવાળી બાદ કોરોનાના કેસમાં ઉછાળો

સરકારે તહેવારો માટે છૂટ શું આપી કે, લોકો તો એવું જ માની બેઠા છે કે, હવે કોરોના જતો રહ્યો છે. હવે કોરોનાનો ચેપ નહીં લાગે. અમે તો રસી લઈ લીધી છે અમને કોરોનાથી કોઈ ડર નથી. આવી ધારણાઓ હવે લોકોએ બાંધી લીધી છે. તેનું પરિણામ એ છે કે, દિવાળીની રજાઓ જેમ પતવા આવી છે તેમ કોરોનાના કેસોમાં પણ વધારો થવા લાગ્યો છે. જેને લઈને ડોક્ટરો પણ હવે ચિંતામાં મુકાયા છે.

આગામી 10 દિવસ ગુજરાત માટે ગંભીરઃ ડૉક્ટર

ડૉ.રાકેશ જોષીએ કહ્યું કે, દિવાળીમાં થયેલી ભીડ કેસ વધારી શકે છે. કેસ વધશે તો પણ સારવાર માટે પુરતી તૈયારીઓ. હાલમાં સામાન્ય 2-4 કેસ આવી રહ્યાં છે. દિવાળી વેકેશનમાં લોકો ભાન ભૂલી ઉજવણી કરી રહ્યા છે. વેક્સિનેશન થયું છે પરંતુ સાવચેતી જરૂરી છે.

વેક્સિનેશન ભલે થયું હોય પરંતુ સાવચેતી જરૂરી

ગતવર્ષની સરખામણીએ આ વર્ષે દિવાળી પહેલા કોરોના કાબુમાં આવતા લોકોની દિવાળી સુધરી છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે લોકોએ દિવાળી ધામધૂમથી ઉજવી છે. જો કે દિવાળી બાદ કોરોનાને લઇ તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. તબીબોએ આગામી 10 દિવસને તબીબોએ ગંભીર ગણાવ્યા છે. દિવાળીમાં લોકો ખરીદારી તેમજ પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભેગા થયા હોવાને કારણે ચિંતા વ્યક્ત કરી છે. કોરોના કેસો ફરી પાછા વધે તેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારી રાખવામાં આવી છે. વેક્સિનેશન ભલે થયું હોય પરંતુ સાવચેતી જરૂરી હોવાનું પણ તબીબો કહી રહ્યા છે.

4 દિવસમાં 2 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી

ડૉક્ટરોને કેમ ડર લાગી રહ્યો છે અને કેમ ડોક્ટરો આગામી 10 દિવસ સંભાળવા માટે કહી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જ્યાં કીડીઓની માફક લોકો ઉમટી પડ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, 4 દિવસમાં 2 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત લીધી છે. હજુ પણ રોજ હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. આ માહોલને જોતા એટલું ચોક્કસથી કહી શકાય કે, આગામી થોડા દિવસોમાં આપણા માટે ભારે હોઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે, દિવાળીની આ રજાઓ લોકો માટે મજાની રહે છે કે, સજા બની જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ