બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / If you go on a beach trip, be safe! A two-and-a-half-year-old child was swallowed whole by an animal

OMG / દરિયા કિનારાની સૈર પર જાવ તો બચજો ! અઢી વર્ષના બાળકને આખેઆખું ગળી ગયું પ્રાણી

Vishal Khamar

Last Updated: 08:37 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ આફ્રિકાના યુગાન્ડામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક હિપ્પો એટલે કે હિપ્પોપોટેમસ બે વર્ષના બાળકને જીવતો ગળી ગયો.

  • આફ્રિકાના યુગાન્ડામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
  • હિપ્પોપોટેમસ બે વર્ષના માસૂમને જીવતો ગળી ગયો
  • હિપ્પોએ ઉલટી કરી, બાળક સુરક્ષિત રીતે બહાર આવી ગયું

 સોશિયલ મીડિયા પર ક્યારે શું જોવા મળશે તે કહી શકાતું નથી. હાલમાં જ આફ્રિકાના યુગાન્ડામાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક હિપ્પોપોટેમસ 2 વર્ષના માસૂમને જીવતો ગળી ગયો. તમે કદાચ તમારા સપનામાં પણ કલ્પના કરી શકતા નથી કે આગળ શું થયું. આ મામલો ઈન્ટરનેટ પર વાયુની જેમ ફેલાઈ રહ્યો છે, જેને જાણીને યુઝર્સને પણ હાશકારો થયો છે.

ભૂખ્યા હિપ્પોએ બાળકને તેના વિશાળ જડબાથી પકડી લીધો
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના કાટવે કબાતોરો શહેરમાં બની હતી જ્યારે બાળક તેના ઘરની નજીક તળાવ કિનારે રમી રહ્યો હતો, તે દરમિયાન ભૂખ્યા હિપ્પોએ બાળકને તેના વિશાળ જડબાથી પકડી લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે હિપ્પો બાળકને ગળી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ હિપ્પો પર પથ્થરમારો શરૂ કર્યો. આ દરમિયાન હિપ્પોએ ગભરાટમાં ઉલ્ટી કરી, જેના કારણે બાળક હિપ્પોના મોઢામાંથી બહાર આવી ગયું. સદનસીબે આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવી
આ પોસ્ટ 13 ડિસેમ્બરના રોજ @gorillasights હેન્ડલ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે વ્યક્તિએ હિપ્પો પર પથ્થર ફેંક્યો, ત્યારે તે ડરી ગયો અને બાળકને તેના મોંમાંથી બહાર કાઢ્યો, જેનાથી બાળકનો જીવ બચી ગયો. આ ઘટના આજકાલ ચર્ચાનો વિષય બની છે. આ બાબતની જાણ થતાં લોકો પણ દંગ રહી ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ