બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો અપનાવશો ડૉક્ટરની આ ટિપ્સ, તો તહેવારોની સિઝનમાં રહેશો ટેન્શન ફ્રી

લાઇફસ્ટાઇલ / જો અપનાવશો ડૉક્ટરની આ ટિપ્સ, તો તહેવારોની સિઝનમાં રહેશો ટેન્શન ફ્રી

Nirav Kumar

Last Updated: 11:14 AM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી ફટાકડા અને મીઠાઈ સહિતની વાનગીઓનો તહેવાર છે. પરંતુ જે લોકો હાર્ટ પેશન્ટ હોય તેમને આ દરમિયાન પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

દિવાળીના તહેવારમાં લોકો મજા માણવામાં વ્યસ્ત થઇ જાય છે. આથી પોતાની હેલ્થનું પુરતું ધ્યાન રાખી શકતા નથી. જે લોકો હૃદયરોગના દર્દીઓ હોય તેમને દિવાળી દરમિયાન ખાવા પીવાનું ખુબ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે ફટાકડા અને તેના હાનિકારક ધુમાડાથી પણ બચવાની જરૂર હોય છે. તો ચાલો જાણીએ દિવાળી દરમિયાન હૃદયરોગની સલામતી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

દિવાળી આનંદ, મીઠાઈઓ અને ઉત્સવોથી ભરપુર તહેવાર છે, પરંતુ હૃદયરોગના દર્દીઓ માટે તે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમય પણ સાબિત થઇ શકે છે. દિવાળી  દરમિયાન ખોરાક, ઊંઘનો અભાવ અને ફટાકડાના ધુમાડાના સંપર્કથી હૃદય પર દબાણ વધી શકે છે. આથી તહેવારોના આનંદની સાથે તમારે  હૃદયના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

vtv app promotion
  • આ બાબતોનું રાખો ધ્યાન
    હૃદય રોગના દર્દીઓએ આ તહેવારો દરમિયાન બિનજરૂરી ખર્ચથી સાવધાન રહેવું જોઈએ. તળેલા નાસ્તા, મીઠાઈઓ, મીઠું કે સેચુરેટેડ ફેટવાળા ફૂડ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારી શકે છે. આથી આ તહેવારને સ્વસ્થ રીતે માણવા માટે બેક કરેલા કે શેકેલા ઓપ્શન પસંદ કરવા અને ઓલિવ ઓઈલ કે સરસવના તેલ જેવા ઓઈલનો ઉપયોગ કરવો. હાનિકારક ખાંડથી બનેલી મીઠાઈઓને બદલે ફળ કે ડ્રાય ફ્રુટ ખાઓ પણ તેની માત્રા લીમીટેડ રાખો.  હાઇડ્રેટેડ રહો અને વારંવાર થોડું થોડું ભોજન લો. જે એનર્જી લેવલ જાળવવામાં મદદ કરે છે અને હૃદય પર દબાણ ઘટાડવામાં મદદ કરે છે.

વધુ વાંચો : ના હોય! માનવ શરીરમાં બીજું હ્રદય પણ હોય? તથ્ય સાથેનો જવાબ ચોંકાવનારો

  • ફટાકડા પણ પહોંચાડે છે નુકસાન
    ફટાકડાનો ધુમાડો શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો પેદા કરી શકે છે, ખાસ કરીને હૃદય રોગના દર્દીઓમાં તેની સમસ્યા વધુ થાય છે. આથી પ્રદૂષણના પીક સમય દરમિયાન ઘરની અંદર રહેવું, શક્ય હોય તો એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો અને બહાર જતી વખતે માસ્ક પહેરવાને બેસ્ટ ઓપ્શન મનાય છે. પૂરતો આરામ કરવો અને ધ્યાન કરવું જોઈએ.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Health Diwali Festival Heart Patients
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ