બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / if-you-are-having-saving-account-in-post-office-big-news-for-you-use-digital-banking-from-may

NULL / શું તમે બચત ખાતું ધરાવો છો...? તો આ વાંચવું તમારા માટે જરૂરી છે.

vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દેશભરની પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ધરાવનારા લોકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. જે લોકોનું દેશની કોઇપણ પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ હશે તે વ્યક્તિને નવી સુવિધાનો લાભ મળવા પાત્ર થશે.

આપને જણાવી દઇએ કે ભારતમાં હાલ 34 કરોડ બચત ખાતા આવેલા છે. આ તમામ ખાતા ધારકોને આગામી મે માસથી ડિઝીટલ બેંકિંગ સેવાનો લાભ મળવા પાત્ર છે આ સુવિધા પહેલા માત્ર બેંકમાં મળવા પાત્ર હતી.



આ સુવિધા મળવાથી તમે તમારા પોસ્ટ એકાઉન્ટ અને બેંક એકાઉન્ટને ઘરે બેઠા જ ઓપરેટ કરી શકશો. આ માધ્યમ દ્વારા તમે પૈસાની ટ્રાન્સફર RTGS જેવી સુવિધાઓનો લાભ મળવા પાત્ર છે. પોસ્ટના એક જાણીતા અધિકારીના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલયે આ સુવિધા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી  છે.

આ સુવિધા શરૂ થવાથી બેંક અને પોસ્ટ ખાતાનો વ્યવહાર સરળ થઇ જશે. અધિકારીના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે પોસ્ટના બચત ખાતાને IPPB ખાતાથી જોડવાની મંજૂરી પણ મળી ગયેલ છે. જેનાથી હવે બેંક ખાતાધારક પોસ્ટ ખાતામાંથી પૈસાની લેવડ-દેવડ કરી શકે છે.



ભારતની પોસ્ટ ઓફિસમાં 17 કરોડથા વધારે બચત ખાતા છે જ્યારે અન્ય માસિક આવક ખાતા રીકરિંગ ડિપોઝીટ એકાઉન્ટસ્ જેવા અનેક ખાતાઓ પણ આવેલા છે. સરકારના આ નિર્ણયથી દેશમાં મોટું બેંક નેટવર્ક વિસ્તૃત થશે.

ઉલ્લેખનીય છે કે હાલ ઇન્ડિયા પોસ્ટ કોર બેંકિંગ સેવાની શરૂઆત થઇ ચૂકી છે. પરંતુ તેમાં માત્ર પોસ્ટના બચત ખાતામાંથી જ પૈસાની ટ્રાન્સફર કરવી શક્ય બનતી હતી. જ્યારથી POSB ખાતાને IPPBની સાથે જોડવામાં આવશે ત્યારે અન્ય ગ્રાહકો અન્ય બેંકોની જેમ જ પૈસાની લેવડ-દેવડ કરી શકશે. આ સુવિધા દેશમાં આગામી મે માસ સુધીમાં શરૂ થઇ જશે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ