બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / if you are going alone in the car you will have to not apply masks

મોટા સમાચાર / બંધ કારમાં એકલા હોય તો માસ્ક પહેરવું જરૂરી કે નહીં ? જાણો કેન્દ્ર સરકારે કોર્ટમાં શું કહ્યું

Kavan

Last Updated: 05:58 PM, 8 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટ ઓછું થઇ રહ્યું છે તો બીજી તરફ કોરોનાનો નવો સ્ટ્રેન અને બર્ડ ફ્લૂએ દેશમાં ચિંતા વધારી છે ત્યારે કેન્દ્ર સરકારે તાજેતરમાં કોર્ટમાં જાણકારી આપી હતી કે, બંધ કારમાં જો એક વ્યક્તિ હોય તો માસ્ક પહેરવાની જરૂર નથી.

  • બંધ કારમાં એકલા વ્યક્તિએ માસ્ક જરૂરી નહી 
  • કેન્દ્ર સરકારે કોર્ટ સમક્ષ માસ્ક અંગે કરી સ્પષ્ટતા
  • દિલ્હી હાઇકોર્ટમાં રજૂ કર્યો જવાબ 

ઉલ્લેખનીય છે કે, રૂપિયા 500ના દંડને લઈ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેના જવાબરૂપે આજે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. જેમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિએ કોર્ટને જણાવ્યું હતું કે, બંધ કારમાં એક વ્યક્તિ હોય ત્યારે માસ્ક પહેરવું ફરજીયાત નથી.  

દિલ્હી હાઇકોર્ટમાં કરાઇ હતી અરજી 

હકીકતમાં, દિલ્હીમાં, એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક ન પહેરતા લોકો માટે ₹2000નું ચલણ ફટકારવામાં આવતું હતું. અગાઉ, ચલણની રકમ 500 રૂપિયા રાખવામાં આવી હતી.જો કે, આ મામલે કેટલાક વકીલોને પણ મેમો ફટકારવામાં આવ્યો હતો જે એકલા હતા અને માસ્ક વગર ડ્રાઇવ કરી રહ્યા હતા. ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટમાં આ મુદ્દે અરજી કરવામાં આવી જેમાં મેમાને ગેરકાયદે ગણાવી પડકારવામાં આવ્યો હતો, 

દેશમાં 8 જાન્યુઆરીએ વેક્સિનેસનનું મોટું રિહર્સલ યોજાશે 

દેશમાં કોરોનાના વેક્સીનેશનના કાર્યક્રમને શરૂ થતા પહેલાં આજે 8 જાન્યુઆરીએ મોટું રિહર્સલ છે. દેશના 736 જિલ્લામાં આજે ડ્રાય રન કરાશે. આ પહેલાં 28 અને 29 ડિસેમ્બરે 4 રાજ્યોમાં 2 દિવસને માટે ડ્રાય રન કરાયું હતું આ પછી 2 જાન્યુઆરીએ દરેક રાજ્યોમાં ડ્રાય રન શરૂ કરાયું અને હવે 33 રાજ્યો (હરિયાણા, હિમાચલ અને અરુણાચલને છોડીને) કેન્દ્રશાકિત પ્રદેશોમાં વેક્સીનનું ફરીથી ડ્રાય રન શરૂ થઈ રહ્યું છે. 

આવતા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે વેક્સીનેશન

દેશમાં વેક્સીનેશનના કાર્યક્રમને આવતા અઠવાડિયાથી શરૂ કરી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી મંગળવારે કહેવાયું છે કે કોરોના વેક્સિનને શરૂ કરવાની મંજૂરી 10 જાન્યુઆરી બાદ મળી શકે છે.  કોરોના વેક્સિનના ઈમરજન્સી યૂઝને લઈને  DCGIએ 3 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. આ રીચે 13-14 જાન્યુઆરીથી દેશમાં વેક્સીનેશનને શરૂ કરી શકાય છે. ભારતમાં કોરોનાની 2 વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. આ સાથે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને આપાતકાલીન ઉપયોગની મંજૂરી મળી છે. કોરોનાની વેક્સિનને મંજૂરી મળ્યા બાદ દેશમાં વેક્સીનેશન કાર્યક્રમની રાહ જોવાઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ