બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 'If there is no parking, then we should do it on the road..' Traffic sense in the public When the lack of coordination between the police and the AMC, Ramayana happened.

અમદાવાદ ટ્રાફિક ડ્રાઈવ / 'પાર્કિંગ નથી તો રોડ પર જ કરીશુંને..' જનતામાં ટ્રાફિક સેન્સ જ્યારે પોલીસ અને AMC વચ્ચે સંકલનનો અભાવ, થઈ રામાયણ

Vishal Khamar

Last Updated: 07:03 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વાહન ચાલકો દ્વારા રોડ પર આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. ગુજરાત હાઈકોર્ટનાં કડક વલણ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા જજીસ બંગલો રોડ પર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.

  • ગુજરાત હાઇકોર્ટના કડક વલણ બાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી
  • જજીસ બંગલો સહિતના રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ
  • રોડ પર વાહન પાર્ક કરનારા સામે કરાઇ રહી છે કાર્યવાહી

 અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી સ્થાનિક પ્રશાસન માટે પડકાર બની ચૂકી છે એવામાં ચાલુ સપ્તાહે ગુજરાત હાઇકોર્ટે જાહેર રોડ પર થતા ગેરકાયદે પાર્કિંગને લઇ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરનો ઉધડો લઇ 9 ઓગસ્ટ સુધીમાં ઠોસ કાર્યવાહી કરવાના નિર્દેશ આપી દિધા હતા તો બીજી તરફ હાઇકોર્ટના કડક વલણ બાદ ટ્રાફિક પોલીસ જાહેર માર્ગો પર પાર્કિંગને લઇ ટ્રાફિક ડ્રાઇવ ચલાવી રહીં છે. હાઇકોર્ટે ટકોર કરી એ જ દિવસે VTV દ્વારા જજીસ બંગ્લો રોડ પર આડેધડ પાર્કિગનું રિયાલિટી ચેક પણ દર્શાવવામાં આવ્યુ હતુ ત્યારે આજે પણ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન એ જ સ્થિતી ફરી જોવા મળી હતી.

પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો રોડ પર વાહન પાર્ક કરવા મજબૂર

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે જજીસ બંગલો રોડ પર પાર્ક કરેલા ફોર વ્હીલર સહિતના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર રોડ પર મોટી સંખ્યામાં દુકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષો આવેલા છે અને અહીં પાર્કિંગની કોઇ વ્યવસ્થા ન હોવાથી લોકો રોડ પર પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બની રહ્યાં છે અને એવામાં ટ્રાફિક ડ્રાઇવ શરૂ થતા લોકો જાયે તો જાયે કહા જેવી સ્થિતીમાં મુકાયા છે અને અંતે જ્યારે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે ત્યારે લોકો અમારે વ્હીકલ પાર્ક ક્યા કરવા એવા સવાલો કરે છે જેના પગલે વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે રકઝક પણ થવા પામી હતી.

યુવતીઓનું કહેવાનુ હતુ કે પાર્કિંગ નથી તો રોડ પર જ કરીશુંને-યુવતી

યુવતી તેમજ પોલીસ વચ્ચે રકઝક થઈ

જજીસ બંગ્લો રોડ પર આવેલા એક કાફેમાં આવેલી 2 યુવતીઓએ પોતાનું વાહન કાફેની બહાર રોડ પર પાર્ક કરેલુ છે અને ટ્રાફિક પોલીસના પહોંચતા યુવતીઓએ દંડ ન ભરવાની વાત કહીં દિધી. યુવતીઓનું કહેવાનુ હતુ કે પાર્કિંગ નથી તો રોડ પર જ કરીશુંને. સવાલ એ છે કે પોલીસને હાઇકોર્ટનો દંડો પડતા કાર્યવાહી કરવી પડી રહીં છે અને AMC આવી દુકાનો અને કોમ્પ્લેક્ષોને મંજૂરી કેમ આપી દે છે એનો જવાબ આપનારુ કોઇ નથી.

દંડ ન ભરવો પડે તે માટે યુવતિઓ લાગવગ લગાવવાનો પ્રયત્ન કર્યો

ટ્રાફિક પોલીસ અને AMC વચ્ચે સંકલનનો પણ અભાવ

અમદાવાદની જનતામાં ટ્રાફિક સેન્સનો અભાવ તો સ્પષ્ટ પણે જોવા મળે છે સાથે સાથે ટ્રાફિક પોલીસ અને AMC વચ્ચે સંકલનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તો બહાર ગામથી કામે આવતા લોકોને પણ ખ્યાલ નથી હોતો કે અહી નો પાર્કિગ ઝોન છે. એવુ જ આજે જજીસ બંગ્લો રોડ પર આવેલા CCD કાફે નજીક થયુ કે જ્યા બહારગામથી આવેલા લોકોએ પોતાની કાર રોડ પર પાર્ક કરી દિધી અને ટ્રાફિક પોલીસે કારમાં લોક મારી દિધુ. વાહનચાલક કહે છે કે અમને ખ્યાલ નથી કે અહીં પાર્કિંગની મનાઇ છે. અહીં વાહનો પડેલા હતા જેથી અમે પણ પાર્ક કરી કાફેમાં જતા રહ્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ