Rajasthan News: વરરાજાએ લગ્નમાં રાખી દાઢી અને પહેર્યો સફેદ સાફો, સમાજના લોકોએ 10-15 દિવસમાં તો સમાજમાંથી બહાર કરી દીધા, માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આરોપ
રાજસ્થાનના પાલીમાં એક ચોંકાવનારી ઘટના
વરરાજાનો સફેદ સાફો સમાજને ન ગમ્યો
આગેવાનોએ પરિવારને સમાજની બહાર કરી દીધા
રાજસ્થાનના પાલીમાં લગ્નના થોડાક દિવસ બાદ જ પરિણીત પરિવારના સભ્યોને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, એક યુવકના 22 એપ્રિલ 2023ના રોજ લગ્ન થયા હતા. આ લગ્નના 10-15 દિવસ બાદ પરિણીત પરિવારે સમાજમાંથી બહિષ્કાર કર્યો હતો. આ પ્રેમ લગ્ન કે માતા-પિતા કે સમાજ સામેના લગ્ન નહોતા. તો પછી બહિષ્કાર શા માટે કરવામાં આવ્યો ? જોકે તેનું કારણ પણ ચોંકાવાનારૂ છે. વિગતો મુજબ વરરાજાએ તેના મનપસંદ કપડાં પહેર્યા હતા અને દાઢી રાખી હતી. ગામના પંચોને વરની પાઘડી અને દાઢી ગમતી ન હતી. જેની સજા તરીકે તેઓએ વરરાજા અને તેના પરિવારને સમાજમાંથી 'બાકાત' કરી દીધા હતા.
રાજસ્થાનના પાલીના ચંચોડી ગામના અમૃત સુથારના લગ્ન પૂજા સુથાર સાથે થયા હતા. અમૃત મિકેનિકલ એન્જિનિયર છે. અમૃતના લગ્ન પછી પંચોએ તેની સામે એક શરત મૂકી કે તે બે મહિનામાં પંચોની બેઠક બોલાવે. તેને કહેવામાં આવ્યું હતું કે, તેણે સભામાં માફી માંગવી જોઈએ નહીં તો તેને સમાજમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. અમૃતે આ વાતનો ઇનકાર કર્યો અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને પોતાની વાત કહી.
રાજસ્થાનના પાલી જિલ્લામાં અમૃત સુથાર નામના યુવકે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેના લગ્ન હતા ત્યારે 1200થી 1300 લોકોને જમવા બોલાવ્યા હતા, જોકે મેં લગ્નમાં સફેદ-ક્રીમ રંગનો સાફો પહેર્યો હતો અને દાઢી હતી જે સમાજના લોકોને પસંદ ન પડ્યું. #Rajasthan#Wedding#Beard#VTVGujarati#VTVCardpic.twitter.com/7ZTiCOikrJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 25, 2023
શું કહ્યું અમૃતે ?
અમૃતે જણાવ્યું હતું કે, મેં એરેન્જ્ડ મેરેજ કર્યા હતા. લગ્નમાં સમાજના તમામ લોકો આવ્યા હતા. લગ્ન પછી 6 મેના રોજ મને ખબર પડી કે અમારા સમાજના પંચોએ અમારો બહિષ્કાર કર્યો છે. લગ્નમાં પહેરવામાં આવતી પાઘડી અને દાઢીને કારણે. 13 મેના રોજ મેં સમાજના પ્રમુખને લેખિતમાં આ માહિતી આપી હતી. પરંતુ તેણે આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. જે બાદ મેં આ માહિતી ટ્વિટર પર મૂકી. બાદમાં પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. 2 દિવસ પછી પંચોને પોલીસ સ્ટેશન બોલાવીને છોડી મૂકવામાં આવ્યા હતા.
આ સાથે તેમણે જણાવ્યું કે, 19 જૂનની રાત્રે પંચોની બેઠક બોલાવવામાં આવી હતી. અને તેના પરિવારનો સમાજમાંથી કડક બહિષ્કાર કર્યો હતો. ઍમણે કિધુ, મારો અને મારા ભાઈઓ બંનેનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેના કારણે મારા ઘરે કોઈ આવી શકતું નથી અને કોઈ જઈ શકતું નથી. મારી બહેન મને રાખડી બાંધવા આવી શકતી નથી. મારી પત્ની તેના ભાઈઓને રાખડી બાંધવા જઈ શકતી નથી. આ બધાને કારણે અમારો પરિવાર માનસિક રીતે પરેશાન છે.
શું કહ્યું અમૃતની પત્નીએ ?
અમૃતની પત્ની પૂજાએ આ મામલે નિવેદન આપ્યું છે. તેણે એક વિડીયોમાં કહ્યું કે, મારું નામ પૂજા છે. મારી જ્ઞાતિ સુથાર છે. મારા લગ્ન 22 એપ્રિલ 2023ના રોજ સંપૂર્ણ હિંદુ રીતિ-રિવાજ સાથે થયા હતા. લગ્ન પછી તરત જ સમાજના લોકોએ અમારો સમાજમાંથી બહિષ્કાર કર્યો. કારણ કે, મારા પતિ અને મેં અમારા મનપસંદ કપડાં પહેર્યા હતા. મારા પતિ સફેદ પાઘડી પહેરતા હતા અને દાઢી રાખતા હતા તેથી સમાજમાંથી અમારો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તે પછી તેઓએ સોશિયલ મીડિયા દ્વારા અમારા પરિવારને માનસિક રીતે ત્રાસ આપ્યો. આ અંગે અમે પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે તેના પર કોઈ કાર્યવાહી કરી ન હતી. આ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં અમને મદદ કરો.
@PaliPolice is they have right to interfere with my life.
Making my life miserable.
શું કહ્યું સમાજના પ્રમુખે કહ્યું
આ સમગ્ર મામલે શ્રી વિશ્વકર્મા વંશ સુથાર સેવા સંસ્થાનના પ્રમુખ હરિલાલ સુથારનો વીડિયો પણ સામે આવ્યો છે. તેઓ કહે છે કે, આ બધું જુઠ્ઠું છે. અમૃત સુથારે કરેલી ફરિયાદ ખોટી છે. હું તેમને ઓળખતો નથી. તેમ જ તેઓ તેમના લગ્નમાં હાજરી આપી ન હતી. દરેક સમાજની જેમ અમારા સમાજમાં પણ કેટલાક રિવાજો અને સંસ્કારો છે, જેનું પાલન કરવું એ સમાજની ફરજ છે. અમૃતે સેવા સંસ્થાનને ખાપ પંચાયતનો દરજ્જો આપીને તેનું અપમાન કર્યું છે.
પોલીસે શું કર્યું?
સમગ્ર મામલે રાજસ્થાનના બાલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે,, ચંચોડી ગામના અમૃતે એફઆઈઆર ઓનલાઈન નોંધાવી છે. તેણે લોકો પર તેને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે હવે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.