બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 10:09 AM, 22 April 2021
ADVERTISEMENT
કોરોનાના કારણે આખા દેશમાં લોકડાઉનની સ્થિતિ આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આદેશ આપ્યા છે કે દરેક કંપની અને સંસ્થાના માલિકો લોકડાઉનનો સમયનો પૂરો પગાર કર્મચારીઓને આપશે જેથી તેમના પરિવારનું ભરણ પોષણની સમસ્યા ન રહે. પરંતુ અનેક કંપનીના માલિકો અને ઠેકેદારોએ સરકારી આદેશને માન્યા નથી.
ADVERTISEMENT
7 એપ્રિલ સુધી પગાર આપવાના કરાયા હતા આદેશ
કર્મચારીઓને 7 એપ્રિલ સુધી પગાર આપવાનો હતો. આ સંબંધમાં શ્રમ વિભાગની તરફથી એક આદેશ પણ જાહેર કરાયો હતો પણ અત્યાર સુધી અનેક કંપનીઓના કર્મચારીઓને પગાર મળ્યો ન હતો. એવામાં કોલ્હાનમાં 30થી વધુ ફરિયાદ સામે આવી છે જેમાં કર્મચારીઓને વેતન મળ્યું નથી. આ સિવાય વિજોડ એજન્સી દ્વારા સિક્યોરિટી કર્મચારીને નોકરી ખોવી બેસવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. એવામાં ક્ષમ વિભાગે ફરિયાદનો ઉકેલ લાવવા સંસ્થાઓને કારણ બતાઓ નોટિસ મોકલી છે, સાથે કર્મચારીઓને તત્કાલ પગાર આપવાના આદેશ આપ્યા છે. આ પછી કર્મચારીઓને પગાર મળ્યા કે નહીં તેની સત્યતા પણ તપાસવામાં આવી રહી છે.
નોકરીથી નહીં હટાવી શકાય આપવું પડશે બાંયેધરી પત્ર
જો કોઈ કંપનીના કર્મચારી પોતાના માલિક કે સંવેદકની વિરોધમાં વેતન ન મળવાની ફરિયાદ કરે છે તો તેઓએ કર્મચારીઓને વેતન આપવાનું રહે છે અને સાથે એક બાંયેધરી પત્ર આપવાનો રહે છે કે આ ફરિયાદ કરનારને નોકરીમાંથી કાઢી શકાશે નહીં. જો તેવું નહીં કરાય તો તેમની વિરોધમાં શ્રમ વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે.
આ કંપનીઓ વિરુદ્ધમાં થઈ ચૂકી છે ફરિયાદ
ટિન પ્લેટ કંપની, સાકચી સ્થિત રેમન્ડ શોરૂમ, વિજોડ સિક્યોરિટી એજન્સી, સ્ટીલ સ્ટ્રીપ વ્હીલ્સ, ગમ્હરિયા સ્થિત મલ્ટી ટેક પ્રાઈવેટ લિમિટેડ, આરપી ઉદ્યોગ, કોહીનૂર સ્ટીલ પ્લાન્ટ અને આશિયાના હોમ્સ.
જો લોકડાઉનના સમયમાં કોઈ પણ કર્મચારીને વેતન નથી મળ્યું તો તે જરા પણ ડર્યા વિના ટોલ ફ્રી નંબર પર ફઓન કરી શકે છે. જો ફરિયાદ કર્તા પોતાનું નામ ગુપ્ત રાખવા ઇચ્છે છે તો તે એમ પણ કરી શકે છે. અત્યાર સુધી જે પણ લોકોએ ફરિયાદ કરી છે તેમને માટે કંપનીના વિરોધમાં કાર્યવાહી કરાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.