બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / icc t20 world cup 2024 team india confused about wicketkeeper ishan kishan jitesh sharma kl rahul

T20 world cup / વર્લ્ડ કપ પહેલા વિકેટકીપર બાબતે ભારતીય ટીમ મૂંઝવણમાં મુકાઈ, આ પ્રયોગ ફેઈલ સાબિત થયો

Manisha Jogi

Last Updated: 08:25 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે T20 મેચ રમશે. ત્યારપછી IPL 2024ની શરૂઆત થશે. પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર બાબતે થોડી મૂંઝવણ રહેશે.

  • ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે T20 મેચ રમશે
  • પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર બાબતે મૂંઝવણ
  • T20 વર્લ્ડ કપમાં કોણ વિકેટકીપર રહેશે?

T20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે T20 મેચ રમશે. ત્યારપછી IPL 2024ની શરૂઆત થશે. 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપ રમવામાં આવશે. પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર બાબતે થોડી મૂંઝવણ રહેશે. ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં ઈશાન કિશન અને જિતેશ શર્માએ વિકેટકીપર તરીકે કંઈ ખાસ પ્રદર્શન કર્યું નહોતું. 

ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં ઈશાન કિશનએ 58, 52 રન કર્યો અને 0 રન કર્યા તથા એક કેચ પકડ્યો.  જિતેશ શર્માએ 35 અને 24 રન કર્યા પરંતુ કેચ પકડી શક્યા નહોતા. 

T20 વર્લ્ડ કપમાં કોણ વિકેટકીપર રહેશે?
સાઉથ આફ્રિકામાં વન ડે સીરિઝમાં કે. એલ. રાહુલ અને સંજૂ સૈમસન વિકેટકીપર રહેશે. ટેસ્ટ મેચમાં ઈશાન કિશન અને કે. એલ. રાહુલ વિકેટકીપર હશે.  ઈશાન કિશન અને જિતેશ શર્મા T20 સીરિઝમાં રમ્યા હતા. ODI વર્લ્ડ કપમાં વિકેટની કમાન સંભાળનાર કે. એલ. રાહુલની T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી થઈ શકે છે. 

1 જાન્યુઆરી 2020 પછી T20માં ભારતીય વિકેટકીપરનું પ્રદર્શન
ઋષભ પંતઃ 40 મેચ, 21 કેચ, 6 સ્ટમ્પ
દિનેશ કાર્તિક: 10 મેચ, 13 કેચ, 3 સ્ટમ્પ
ઈશાન કિશન: 16 મેચ, 9 કેચ, 3 સ્ટમ્પ
સંજૂ સૈમસન: 9 મેચ, 5 કેચ, 3 સ્ટમ્પ
કે. એલ. રાહુલ: 8 મેચ, 4 કેચ, 1 સ્ટમ્પ
જીતેશ શર્મા: 7 મેચ, 3 કેચ, 0 સ્ટમ્પ

T20માં ઓવરઓલ પર્ફોર્મન્સ 
ઋષભ પંતઃ 66 મેચ, 987 રન, 22.43 એવરેજ, 126.37 સ્ટ્રાઈક રેટ
દિનેશ કાર્તિક: 60 મેચ, 686 રન, 26.38 એવરેજ, 142.61 સ્ટ્રાઈક રેટ
ઈશાન કિશનઃ 32 મેચ, 796 રન, 25.67 એવરેજ, 124.37 સ્ટ્રાઈક રેટ
સંજુ સેમસન: 24 મેચ, 374 રન, 19.68 એવરેજ, 133.57 સ્ટ્રાઈક રેટ
કે. એલ. રાહુલ: 72 મેચ, 2265 રન, 37.75 એવરેજ, 139.12 સ્ટ્રાઈક રેટ
જીતેશ શર્માઃ 7 મેચ, 69 રન, 13.80 એવરેજ, 150.00 સ્ટ્રાઈક રેટ

ઋષભ પંત વાપસી
ઋષભ પંત એક્સિડન્ટ પછી વાપસીની તૈયારી કરી રહ્યા છે. ઋષભ પંત IPL 2024માં વાપસી કરી શકે છે. IPLમાં સારું પ્રદર્શન કરશે તો T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી થઈ શકે છે. ગયા વર્ષે CSKમાં સારું પ્રદર્શન કર્યા પછી WTC ફાઈનલ 2023 માટે પસંદગી કરવામાં આવી હતી. 

IND vs AFG: T20 શિડ્યુલ
11 જાન્યુઆરી: પ્રથમ T20 મેચ, મોહાલી
14 જાન્યુઆરી: બીજી T20 મેચ, ઈન્દોર
17 જાન્યુઆરી: ત્રીજી T20 મેચ, બેંગલુરુ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ