બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / Hurry up File the IT return promptly before this date

તમારા કામનું / શું હજુ સુધી ITR નથી ભર્યું તો જલ્દી કરો નહીં તો..., નજીક આવી ગઇ છેલ્લી તારીખ

Arohi

Last Updated: 06:04 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ વ્યક્તિ 31 ડિસેમ્બરની અંતિમ તારીખ પહેલા પણ આવકવેરા રિટર્ન ભરવાનું ચૂકી જાય છે, તો તેને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે.

  • 31 ડિસેમ્બર છે આવકવેરા રિટર્નની છેલ્લી તારીખ 
  • 31 ડિસેમ્બર પહેલા ન ભર્યુ રિટર્ન તો મળી શકે છે નોટિસ 
  • જલ્દી કરો નજીક આવી ગઇ છેલ્લી તારીખ

જો તમે આવકવેરા રિટર્ન દાખલ કરવાની 31 જુલાઈ, 2022ની સમય મર્યાદા પહેલા જ ચુકી ગયા છો તો તમે 31 ડિસેમ્બર 2022 સુધી આઈટી રિટર્ન ફાઈલ કરી શકો છો. આ સમય મર્યાદા મહત્વપૂર્ણ છે કારણ કે આ ફાઈલ કરવાનો છેલ્લો મોકો છો. 

આવી શકે છે ઈનકમ ટેક્સની નોટિસ 
FY21-22 માટે ITR, એ લોકો માટે પણ છે. જેમણે પોતાનું મુળ ITR સમય પર ભર્યુ હતું પરંતુ કોઈ ભુલ કે ચુકના કારણે તેને સુધારા કરવાની જરૂર છે. 31 ડિસેમ્બર 2022 નાણાકીય વર્ષ 2021-22 માટે સંશોધિત રિટર્ન અથવા વિલંબિત રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ છે. જો કોઈ 31 ડિસેમ્બરની સમય મર્યાદાથી આવક રિટર્ન દાખલ કરવાથી ચુકી જાય છે તો તેને ઈનકમ ટેક્સ વિભાગની નોટિસ આવી શકે છે. નોટિસ આવવા પર તમને ભારે દંડ આપવો પડી શકે છે. અહીં સુધી કે તમને જેલની હવા પણ ખાવી પડી શકે છે. 

મહત્વનું છે કે નિયત તારીખ બાદ સબમિટ કરાયેલ આવકનું વળતર વિલંબિત રિટર્ન કહેવાય છે. તે કાયદાની કલમ 234F હેઠળ ફાઇલિંગ ફીને પણ આકર્ષે છે. જો કરદાતાની કુલ આવક 5 લાખથી વધારે હોવા પર 5 હજાર રૂપિયા અને કરદાતાઓની કુલ આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવા પર 1,000 રૂપિયાની લેટ ફાઈલિંગ ફી લેવામાં આવશે. ટેક્સ અને કંસલ્ટિંગ ફર્મ એકેએમ ગ્લોબલના ટેક્સ માર્કેટના પ્રમુથ યેશુ સહગલ કહે છે કે મોડા રીટર્નના મામલામાં પછલા વર્ષોના નુકસાનને આગળ વધારવાની અનુમતિ નથી.

TDS રિફંડનો નહીં કરી શકશે ક્લેમ
જો કોઈ 31મી ડિસેમ્બર 2022 ની સમયમર્યાદા ચૂકી જાય, તો તે નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફાઇલ કરી શકશે નહીં સિવાય કે ITR ફાઇલ કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા સૂચના પ્રાપ્ત ન થાય. ઉપરાંત આ સમયમર્યાદા પછી આ વર્ષ માટે TDS રિફંડનો ક્લેમ શક્ય બનશે નહીં. જો તમને ઘરની સંપત્તિમાંથી કોઈ નુકસાન થાય છે, તો તમે તેને આગળ લઈ જઈ શકશો નહીં.

રિટર્નને ઈ-સત્યાપિત કરવું જરૂરી
નાણાકીય વર્ષ 2021-22 માટે વિલંબિત અથવા સુધારેલ ITR ફોર્મ 26AS AIS અને TISને ધ્યાનમાં લીધા પછી 31 ડિસેમ્બર અથવા તે પહેલાં ફાઇલ કરવાની જરૂર છે. ખાતરી કરો કે તમે આ નિવેદનોમાં દર્શાવેલ બધી આવકને ધ્યાનમાં લો. 

ITR ફાઈલ કર્યાના 30 દિવસની અંદર તમારું રિટર્ન ઈ-વેરિફાઈ કરવું પણ મહત્વપૂર્ણ છે, અગાઉ આ સમયમર્યાદા 120 દિવસની હતી, જે હવે ઘટાડીને માત્ર 30 દિવસ કરવામાં આવી છે.

50 ટકા વધારાનો ટેક્સ ચૂકવવો પડશે
જો કોઈ વ્યક્તિ અગાઉના રિટર્નને અપડેટ કરવા માંગે છે, તો તે 31 ડિસેમ્બર પછી કરી શકે છે. જો કે, ખોટ અથવા રિફંડના કિસ્સામાં, અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકાતું નથી. નાણાકીય વર્ષ 2021-2022 માટે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી, 2023 થી 31 માર્ચ, 2024 સુધીની છે, જેમાં 25 ટકાના વધારાના કર અને સંબંધિત આકારણી વર્ષના અંતથી 24 મહિના સુધી છે. એટલે કે 31 માર્ચ, 2025 સુધીમાં 50 ટકા વધારાના ટેક્સ સાથે રિટર્ન ફાઇલ કરી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ