બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Human trafficking racket busted in Nepal: 11 Indian hostages released by police

Operation Dunki / નેપાળમાં માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ: 11 ભારતીય બંધકોને પોલીસે છોડાવ્યા, ગુનેગારોને દબોચ્યા

Priykant Shrimali

Last Updated: 09:50 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Dunki Latest News: કાઠમંડુના બહારના ભાગમાં ભાડાના મકાનમાં 11 લોકોને બે અઠવાડિયાથી વધુ સમયથી બંધક બનાવવામાં આવ્યા હતા અને પછી ત્રાટકી પોલીસ

  • નેપાળ પોલીસે માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો 
  • Operation Dunki હેઠળ પોલીસે  11 ભારતીય બંધકોને પોલીસે છોડાવ્યા
  • 8 ભારતીય માફિયાઓની તેમના નેપાળી સહયોગીઓ સાથે ધરપકડ

Operation Dunki : નેપાળ પોલીસે માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સમયગાળા દરમિયાન 8 ભારતીય માફિયાઓની તેમના નેપાળી સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓ સહિત 11 ભારતીયોને અમેરિકા મોકલવાના વચન સાથે બંધક બનાવ્યા હતા. તેમને બચાવવાની સાથે તમામ આઠ ભારતીય અને નેપાળી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. નેપાળ પોલીસે તેને Operation Dunki નામ આપ્યું છે.

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર બચાવી લેવામાં આવેલા લોકો અને માફિયા સભ્યો તમામ પંજાબ અને હરિયાણાના રહેવાસી હતા. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, કાઠમંડુના બહારના ભાગમાં ભાડાના મકાનમાં 11 લોકોને બે અઠવાડિયાથી વધુ સમયથી બંધક બનાવવામાં આવ્યા હતા. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ પોલીસ રેન્જ ટીમે ઓપરેશન શરૂ કર્યું અને બુધવારે રાતથી દરોડા પાડ્યા.

અચાનક પોલીસ પાડ્યા દરોડા અને પછી..... 
ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે કાર્યવાહી કરીને રાતોપુલના ધોબીખોલા કોરિડોરમાં નેપાળી નાગરિકના ખાનગી નિવાસસ્થાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તમામ 11 ભારતીય નાગરિકો ત્યાં હાજર હતા અને તેમને બચાવી લેવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેને મેક્સિકો થઈને અમેરિકા મોકલવાના બહાને બંધક બનાવવામાં આવ્યો હતો.

અમેરિકા મોકલવા માટે 45 લાખ લીધા 
ભારતીય નાગરિકો, મોટાભાગે વિદ્યાર્થીઓ, ભારતીય માફિયાના સભ્યો સહિત એજન્ટો દ્વારા તેમને અમેરિકા મોકલવાના ખોટા વચનો સાથે અને દરેક વ્યક્તિ પાસેથી રૂ. 45 લાખ અને કાઠમંડુમાં તેમના આગમન પર US$ 3000 ચાર્જ વસૂલવામાં આવતા હતા. જિલ્લા પોલીસ વડા અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક ભૂપેન્દ્ર બહાદુર ખત્રીએ જણાવ્યું હતું કે, નેપાળી કાયદા મુજબ અપહરણ, બંધક બનાવવા અને માનવ તસ્કરી સંબંધિત કલમો હેઠળ દરેક આરોપીઓ સામે કેસ નોંધવામાં આવશે.

વધુ વાંચો : મણિપુરમાં ફરી ભડકી હિંસા: બેકાબૂ ભીડે SP-DC ઓફિસમાં વાહનો ફૂંકી માર્યા, એકનું મોત, 25 ઘાયલ

માનસિક અને શારીરિક શોષણ
પોલીસ વડાએ જણાવ્યું હતું કે, લોજિસ્ટિક્સ સેવાઓ પૂરી પાડવામાં મદદ કરનાર નેપાળના સાથીદારની પણ ધરપકડ કરવામાં આવી છે. બચાવી લેવામાં આવેલા ભારતીયો નેપાળ પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલી કાઠમંડુની એક હોટલમાં રોકાયા છે અને ભારતીય દૂતાવાસ, વિદેશ મંત્રાલય અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ તેમને ભારત પરત મોકલવામાં આવશે. જ્યારે બંધકો બે અઠવાડિયાથી વધુ સમય સુધી ભાડાના મકાનમાં રહ્યા હતા ત્યારે તેઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો, ધમકી આપવામાં આવી હતી અને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Operation Dunki ઓપરેશન ડંકી કાઠમંડુ નેપાળ ભારતીય બંધકો માનવ તસ્કરી Operation Dunki
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ