બ્રેકિંગ ન્યુઝ
વાત એવી છે કે, બેંકોએ આ સંકટના સમયમાં એક ઈમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે. જેથી ડિજીટલ બેંકિંગ માટે આઈટી યૂનિટ્સને દરેક સમયે તૈયાર રહેવા કહ્યું છે. આ સિવાય ટ્રેજરી સર્વિસીસ અને ચેક ક્લિયરિંગનું કામને અસર ન થાય, તે માટે પણ ખાસ વ્યસ્થા કરવામા આવી છે. જોકે, બેંકનો મુખ્ય સ્ટાફ બ્રાંચ પર જ રહેશે કારણકે માર્ચ મહિનાના બીજો પખવાડિયું સૅલેરી ક્લિયરન્સ અને ટ્રાન્સફર માટે ઘણું મહત્વનો છે.
ADVERTISEMENT
.jpg)
બેંક ઑફ બરોડાના એક અધિકારીના કહેવા મુજબ,"અમે અમારી શાખા માટે ઈમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે. જો કોઈ પણ બ્રાંચમાં કોઈ કર્મચારી કોરોના સંક્રમિત મળે તો એ શાખાને બંધ કરી દેવામાં આવશે. આવા સંજોગોમાં આ શાખાનું કામ બીજી બ્રાંચે કરવું પડશે. આ કારણે બ્રાંચોએ ક્લસ્ટર તૈયાર કર્યું છે.
ADVERTISEMENT
ફક્ત આ જ નહીં બેંકોએ પણ સોશિયલ ડિસ્ટૈસિંગની નીતિ અમુક અંશે અપનાવી છે. બેંકમાં ઓછામાં ઓછા કર્મચારીઓ રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે."
.jpg)
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર એક અધિકારીએ કહ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારે 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હૉમ આપવાની વાત કરી છે. પરંતુ આ નિર્ણય બેંકો પર લાગુ થઈ શકે તેમ નથી કારણકે આ સેક્ટર જરૂરી સેવાઓ માટે છે.
આ સિવાય મોટાભાગ પર ટેક્સ કલેક્શન પણ સરકારી બેંકો દ્વારા કરવામાં આવે છે. જોકે 10 સરકારી બેંકો માટે પણ વર્ક ફ્રોમ હોમ આપવાનો વિકલ્પ બરાબર નથી. જેનો 31 માર્ચ સુધી થવાનો હતો. આ બેંકોના કર્મચારીઓ પર કામનો વધુ ભાર છે કારણકે 1 એપ્રિલથી આ બધું બંધ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.