બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / How to register for corona vaccine in India?

કામની વાત / ભારતમાં કોરોનાની વેક્સિન મેળવવા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો? જાણો સમગ્ર માહિતી

Last Updated: 05:55 PM, 5 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા કોવેક્સીન અને કોવીશીલ્ડ વેક્સીનને તત્કાલીન ધોરણે ઉપયોગની પરવાનગી મળી ચુકી છે. કોવેક્સીન ભારત બાયોટેક દ્વારા ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ) અને NIV (નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી) ના સહયોગ હેઠળ બનાવવામાં આવી છે.

  • બે ભારતીય વેક્સીનને DCGIની મંજુરી
  • વિશ્વનો સૌથી મોટો વેક્સીનેશન કાર્યક્રમ થશે ભારતમાં
  • કોવેક્સીન અને કોવીશીલ્ડને મળી મંજુરી

જયારે કોવિશીલ્ડ નામની વેક્સિન સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્સફર્ડ યુનિવર્સીટીના સહયોગ હેઠળ બનાવવામાં આવી છે.

વિશ્વમાં સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ
પરવાનગી મળ્યા બાદ વેક્સિન દરેક વ્યક્તિ સુધી પહોંચે તે  સરકારના માથે આવેલી સૌથી મોટી જવાબદારી છે. આવા સમયે સરકાર દ્વારા CO-WIN નામની એપ્લીકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એપ્લીકેશનની મદદથી વેક્સિન મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એક SMS દ્વારા જાણ કરવામાં આવશે તેમજ વેક્સિન લીધા બાદ ઈ-સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. આ અગાઉ IT મંત્રાલય દ્વારા CO-WIN પ્લેટફોર્મને મજબુત બનાવવા માટે સહયોગની માંગણી કરવામાં આવી હતી. 

ભારતમાં વેક્સિનની અંદાજિત કિંમત કેટલી હશે?
વેક્સિન માટે એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરાવવા દરમિયાન પોતાના માટે, અન્ય વ્યક્તિ માટે કે સામુહિક ઉપયોગ માટે અલગથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ સરકાર દ્વારા હોમ ડિલીવરી અથવા વેક્સીનેશન કેમ્પના માધ્યમથી વેક્સીનનો ડોઝ પૂરો પાડવામાં આવશે. સરકાર માટે શરૂઆતમાં કોવીશીલ્ડ વેક્સિનના એક ડોઝની અંદાજિત કિંમત 200 રૂપિયા અને ખાનગી ઉપયોગ માટે 1000 રૂપિયા રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

covid 19 કોરોના વેક્સિન કોવિડ વેક્સિન વેક્સિન INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ