બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Gmail પર કેવી રીતે રિકૉલ કરી શકશો તમારો મોકલેલો મેઇલ? જો-જો આવી ભૂલ કરતા!

ટેક્નોલોજી / Gmail પર કેવી રીતે રિકૉલ કરી શકશો તમારો મોકલેલો મેઇલ? જો-જો આવી ભૂલ કરતા!

Last Updated: 08:00 AM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે ભૂલથી કોઈ ના મોકલવાની જગ્યાએ Gmail સેન્ડ થઈ જાય અથવા તેમાં ખોટું અટેચમેન્ટ સેન્ડ થઈ ગયુ હોય તો તમે પ્રોબ્લેમમાં મુકાઈ શકો છો. પરંતું તમે આ ભૂલથી સેન્ડ થયેલા મેઈલને રોકી શકો છો.

આ ડિજિટલ યુગમાં ઓફિસોમાં ઘણા કામો હવે ઓનલાઇન જ થઈ રહ્યા છે. જેમાં લોકોથી કામના પ્રેશરમાં અમુક વખત ભૂલથી મેસેજ કે G Mail મોકલવામાં ભૂલ પણ થઈ જતી હોય છે. જો G Mail મોકલતી વખતે આવું થાય તો લોકો વખત ટેન્શનમાં આવી જતા હોય છે. જો તમારી સાથે પણ આવું થાય કે, ભૂલથી G mail સેન્ડ થઈ ગયો હોય તો તેને કેવી રીતે અટકાવવો ?જીમેલમાં રિકોલ શું હોય છે? ચાલો તે વિશે જાણીએ.

  • GMail માં રિકોલ આ રીતે કરે છે કામ?

GMail મા Undo  Send ફીચર મેઈલ મોકલવાનું તેને થોડા સેકંડ માટે બંધ કરી શકે છે. જેમાં તે મેઈલ મોકલ્યા બાદ તેને Undo કરી શકે છે. એના માટે તમારે સેટિંગ્સમાં જઈને પહેલા અનસેન્ડનો ટાઇમ વિન્ડો સેટ કરવો પડશે. જેમાં તમે 5, 10, 20 અથવા 30 સેકન્ડમાં સેટ કરી શકો છો. જેમાં તમને મેઈલ મોકલતાની સાથે જ ઉપરના ડાબા ખૂણામાં મેસેજ સેન્ટ  Undoનો ઓપ્શન મળશે.

ઇમેઇલ સેંટ કર્યાના તુરંત બાદ તમે Undo પર ક્લિક કરો છો તો મેઇલ ડ્રાફ્ટમાં પાછો ફરશે અને તમે તેને એડિટ અથવા ડિલીટ પણ કરી શકો છો. આ દરમિયાન તમારે યાદ રાખવું કે આ રીતે ફક્ત તમે નક્કી કરેલી સમય મર્યાદા માટે જ કામ કરશે. જો મેઈલ સેન્ટ કર્યાનો સમય પૂરો થઈ ગયો હોય અથવા રીસીવરે મેઇલ વાંચી લીધો હોય તો તેને પાછો નથી લઈ શકાતો.

વધુ વાંચો :સમુદ્ર નીચે નાખેલા કેબલના માલિક અંગે ખુલ્યુ મોટું રહસ્ય, જાણી ચોંકી જશો

  • ભૂલથી મોકલાયેલા ઇમેઇલ્સથી બચવાની રીત
    Undo Send બેસ્ટ ઓપ્શન છે પરંતુ તેમાં સમયમર્યાદા ખૂબ ઓછી હોય છે. તમે તેના બદલે શેડ્યૂલ સેન્ડનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમારો મેઇલ તરત જતો નથી અને તમે થોડી મિનિટો અથવા થોડા કલાકો વિચાર્યા બાદ તેને મોકલી શકો છો. આ સિવાય તમારે  મેઇલ મોકલતા પહેલા હંમેશા તેને રિવ્યૂ કરવાની કે તેને ડ્રાફ્ટમાં રાખીને મોકલતા પહેલા તેને સારી રીતે વાંચવાની આદત પાડવી જોઈએ. જે આદત તમને ખોટો ઇમેઇલ મોકલવાથી બચાવશે. કેમ કે અમુક વખત મહત્વપૂર્ણ સ્થળોએ ખોટો મેઇલ મોકલવાથી મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Undo Mail Gmail Recall Mail
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ