બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સમુદ્ર નીચે નાખેલા કેબલના માલિક અંગે ખુલ્યુ મોટું રહસ્ય, જાણી ચોંકી જશો

OMG / સમુદ્ર નીચે નાખેલા કેબલના માલિક અંગે ખુલ્યુ મોટું રહસ્ય, જાણી ચોંકી જશો

Last Updated: 04:51 PM, 14 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા મોબાઈલ અને કૉમ્પ્યુટરમાં આવતું ઇન્ટરનેટ કોઈ સેટેલાઇટથી નહીં પણ સમુદ્રમાં પથરાયેલા કેબલથી આવે છે. પણ શું તમે એ જાણો છો કે, સમુદ્રમાં ફેલાયેલા આટલા લાંબા કેબલના માલિક કોણ છે?

હાલના જમાનામાં ઇન્ટરનેટ વગર દુનિયા ચાલે તેમ નથી. તેનો ઉપયોગ આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે.  ઓફિસનું કામ,સોશિયલ મીડિયા, ઓનલાઈન શોપિંગ બધું જ ઇન્ટરનેટ પર ચાલે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઇન્ટરનેટ ક્યાંથી આવે છે? અમુક લોકો વિચારતા હોય છે કે ઇન્ટરનેટ ઉપગ્રહો કે મોબાઇલ ટાવર્સમાંથી આવે છે. પરંતુ વિશ્વનું 99 ટકા ઇન્ટરનેટ સમુદ્રની નીચે લગાવેલા કેબલ દ્વારા આવે છે.

વિશ્વના વિવિધ દેશોને ઇન્ટરનેટ સાથે જોડવાનો સૌથી મજબૂત અને વિશ્વસનીય રીત સમુદ્રની નીચે પાથરેલા ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે. આ કેબલ હજારો કિલોમીટર લાંબા છે અને સમુદ્રની ઊંડાઈમાં પાથરવામાં આવે છે. તેનાથી ઇન્ટરનેટ ડેટા વિશ્વના એક ભાગથી બીજા ભાગમાં મોકલવામાં આવે છે. તો ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે આટલા મોટા સમુદ્રમાં ફેલાયેલા આટલા લાંબા કેબલના માલિક કોણ છે.

  • ઇન્ટરનેટ કેબલનો ઇતિહાસ

ઇન્ટરનેટ કેબલ 1830 ના દાયકામાં શરૂ થયા હતા. જ્યારે ટેલિગ્રાફની શોધ થઈ હતી. તે જમાનામાં પણ સંદેશાવ્યવહાર માટે વાયરનો ઉપયોગ થતો હતો. ત્યાર બાદ 1858 માં અમેરિકન કારોબારી સાયરસ વેસ્ટફિલ્ડે એટલાન્ટિક મહાસાગરની નીચે પ્રથમ ટેલિગ્રાફ કેબલ નાખ્યો હતો જેથી અમેરિકા અને બ્રિટન કનેકટ થઇ શકે. આ કેબલ લાંબો સમય ટકી શક્યો નહીં પણ તે એક મોટી શરૂઆત હતી. 1866માં પ્રથમ કાયમી અંડરસી કેબલ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો. ત્યાર બાદ સમગ્ર વિશ્વમાં સમુદ્રની નીચે ટેલિગ્રાફ અને પછી ઇન્ટરનેટ કેબલ નાખવાનું શરૂ થયું હતું.

  • આ કેબલ કેટલા અને ક્યાં ક્યાં છે?

સમગ્ર વિશ્વને જોડતા 14 લાખ કિલોમીટર લાંબા દરિયાઈ કેબલ છે. વિશ્વનું 99 ટકા ઇન્ટરનેટ આ કેબલમાંથી જ આવે છે. ભારતમાં મોટાભાગનું ઇન્ટરનેટ પણ આ દરિયાઈ કેબલમાંથી આવે છે. લગભગ 95 ટકા ઇન્ટરનેશનલ ડેટા ફાઇબર ઓપ્ટિક કેબલ દ્વારા ભારતમાં આવે છે. કુલ 17 ઇન્ટરનેશનલ કેબલ ભારતમાં આવે છે, જે કેબલ દેશના 14 સમુદ્રી સ્ટેશનો સાથે જોડાયેલા છે. આ સ્ટેશનો મુખ્યત્વે મુંબઈ, ચેન્નઈ, કોચીન, તુતીકોરીન, ત્રિવેન્દ્રમમાં આવેલા છે. આ સ્થળોએ સમુદ્રની નીચેથી કેબલ આવે છે અને પછી ત્યાંથી દેશના વિવિધ ભાગોમાં ઇન્ટરનેટ ફેલાય છે.

વધુ વાંચો : જોઇ, વિશ્વની સૌ પ્રથમ મહિલા AI મિનિસ્ટર? જે ભ્રષ્ટાચાર પર લગાવશે લગામ

  • ઇન્ટરનેટ કેબલનું માલિક કોણ ?

સમુદ્રની નીચે નાખેલા હજારો કિલોમીટર લાંબા ફાઇબર ઓપ્ટિક કેબલ દ્વારા ઇન્ટરનેટ આવે છે. પરંતુ આ સમુદ્રની અંદર ઇન્ટરનેટ કેબલ કોઈ સરકારની માલિકીના નથી. સમુદ્રમાં ઇન્ટરનેટ કેબલના અસલી માલિકો પ્રાઈવેટ ટેલિકોમ અને ટેકનોલોજી કંપનીઓ છે. તેઓ સમુદ્રની અંદર કેબલ નાખવા, તેમની જાળવણી કરવી અને વિશ્વના દરેક ખૂણામાં ઇન્ટરનેટ ડેટા પહોંચાડે છે. ભારતમાં આ સમુદ્રની અંદર કેબલ નાખતી કંપનીઓ ટાટા કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, સિફી ટેક્નોલોજીસ અને બીએસએનએલ છે. ભારતની જેમ બાકીના વિશ્વમાં અનેક કંપનીઓ છે જે સમુદ્રની અંદર ઇન્ટરનેટ કેબલ નાખે છે અને ચલાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fiber optic cable Internet Cable Undersea Cable
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ