બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how to pan card apply online pan card will be made in 10 minutes through aadhaar card

પ્રોસેસ / હવે આધાર કાર્ડથી ફક્ત 10 મિનિટમાં બની જશે PAN Card, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

Bhushita

Last Updated: 10:32 AM, 18 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAN Card બનાવવા માટે તમારે હવે લાંબો સમય રાહ જોવી પડશે નહીં. ફક્ત થોડી ઓનલાઈન પ્રોસેસની મદદથી તમે તમારા આધાર કાર્ડની મદદથી જાતે જ પેન કાર્ડ બનાવડાવી શકશો. તો જાણી લો આ માટેની સ્ટેપ બાય સ્ટેપ સરળ પ્રોસેસને.

  • આધાર કાર્ડથી બનાવી શકાશે પેન કાર્ડ
  • આ છે સરળ ઓનલાઈન પ્રોસેસ
  • ફક્ત 10 મિનિટમાં બની જશે તમારું પેન કાર્ડ


ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે PAN કાર્ડને અનિવાર્ય ડોક્યુમેન્ટ્સમાં સામેલ કર્યું છે. તેના વિના તમે ન તો બેંકમાં ખાતું ખોલાવી શકો છો અને ન તો ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. મોટી લેવડ દેવડ માટે પણ PAN કાર્ડ અનિવાર્ય છે. તો તેને તરત જ બનાવડાવી લો. તેને માટે ફોર્મ ભરવાની જરૂર નથી. અમે તમને ખાસ ઓનલાઈન પ્રોસેસ બતાવી રહ્યા છે જેની મદદથી તમે જાતે જ પેન કાર્ડ બનાવી શકશો. 

10 મિનિટમાં બની જશે તમારું PAN કાર્ડ

તમે તમારા આધાર નંબરની મદદથી ફક્ત 10 મિનિટમાં પેન કાર્ડ ફ્રીમાં બનાવી શકો છો. તે ઓનલાઈન જનરેટ થશે. ઈન્સ્ટન્ટ ઈ પેન કાર્ડ એપ્લીકેશન ફોર્મમાં તમારે આધાર નંબર એન્ટર કરવાનો રહે છે. ત્યારબાદ અહીં આપેલી લિંકમાં મોબાઈલ નંબર પર e-KYC પ્રક્રિયાને પૂરી કરવા માટે ઓટીપી આવશે. 
 
આધાર કાર્ડને Unique Identification Authority of India (UIDAI)  જાહેર કરે છે. જ્યારે પેન કાર્ડને ઈન્કમ ટેક્સ વિભાગ જાહેર કરે છે. તેમાં 10 અંકનો અલ્ફાન્યૂમેરિક હોય છે. PAN કાર્ડ એપ્લાય કર્યાની 10 મિનિટમાં પીડીએફ ફોર્મેટમાં તે તમને મળે છે.


આ છે PAN કાર્ડ બનાવવાની ઓનલાઈન પ્રોસેસ

Step 1

અહીં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પેન કાર્ડ મેળવવા તમારે ઈ ફાઈલિંગ પોર્ટલ પર જઈને 'Instant PAN through Aadhaar' પર ક્લિક કરવાનું રહે છે અને પછી 'Get New PAN' પસંદ કરો. હવે તમને આધાર નંબર પૂછાશે અને પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલાશે.  OTP વેલિડેશન પછી તમને  e-PAN આપવામાં આવશે. 

Step 2

અહીં અરજી કરનારે પીડીએફ ફોર્મેટમાં પાન કાર્ડની કોપી મેળવ્યા બાદ ક્યૂઆર કોડને ડેમોગ્રાફિક ડિટેલ અને ફોટો હોય છે. આવેદન કરતી સમયે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 15 નંબરનો એક નંબર આવશે. તેની મદદથી  e-PAN ડાઉનલોડ કરી શકાશે. તેની કોપી આવેદનના ઈમેલ આઈડી પર મોકલાશે. આધારથી ઈમેલ આઈડી રજિસ્ટર્ડ હોવું જરૂરી છે. 

Step 3

NSDL અને UTITSLની મદદથી પણ પેન કાર્ડ બનાવી શકાય છે. આ બંનેની મદદથી પેન કાર્ડ બનાવવા માટે તમારે નક્કી ચાર્જ ચૂકવવાનો રહે છે. આથી ઉલ્ટું ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટથી ફ્રીમાં તમે પેન કાર્ડ મેળવી શકો છો.  
 

Step 4

ઇન્સ્ટન્ટ પેન ફેસિલિટી (Instant PAN Facility) ની મદદથી તમે કોઈ ફોર્મ ભરવાની ઝંઝટથી બચો છો. જરૂરી જાણકારીના આધારે તમે સરળતાથી પેન કાર્ડ બનાવી શકો છો. લિંકિંગને માટે તમારે અલગથી કંઇ કરવાનુ હોતું નથી. આધારની મદદથી પેન કાર્ડ બનતાં તે જાતે જ લિંક થઈ જાય છે.  

Step 5 

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે ઈન્સ્ટન્ટ પેનને માટે 10 મિનિટનો સમય લાગે છે. અત્યાર સુધીમાં કુલ 6.7 લાખ લોકોએ ઈન્સ્ટન્ટ પેન જનરેટ કર્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

10 મિનિટ Aadhaar Card PAN Card online process આધાર કાર્ડ ઓનલાઈન પ્રોસેસ પેન કાર્ડ બિઝનેસ ન્યૂઝ PAN CARD
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ