બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how-to-open-a-petrol-pump

NULL / કોઇપણ વ્યકિત પેટ્રોલ પંપ ખોલીને રૂ.10 લાખ સુધીની કરી શકશે કમાણી જાણો કેવી રીતે

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

1 લિટર પેટ્રોલ પર 2.5-3  રૂપિયા સુધીનો નફો થાય છે. આ હિસાબે એક જ દિવસમાં 4000-5000 લિટર પેટ્રોલ વેચવામાં આવે તો એક દિવસની કમાણી 15000 રૂપિયા સુધીની થશે. આજ રીતે 1 લિટર ડિઝલ પર 2-2.5 રૂપિયા સુધીનો પ્રોફિટ થાય છે. દરરોજ 4000-5000 લિટર પેટ્રોલ-ડિઝલ વેચવા પર દર મહિને 10 લાખ રૂપિયાની કમઆમી કરી શકાય છે. 

કોઇ પણ વ્યકિત પેટ્રોલ પંપની ડિલરશિપ લઇ શકે છે. આ માટે એક પ્રક્રિયા હોય છે. આજે એ જ વિશે અમે તમને જણાવીશું. પેટ્રોલ એસોસિયેશના અધિકારીએ જણાવ્યુ કે પેટ્રોલ પંપની ડિલરશિપ લેવાની પ્રોસેસ હવે ઑનલાઇન શરૂ થઇ ચૂકી છે.

કઇ રીતે ખુલી શકે છે પેટ્રોલ પંપ:

ઑઇલ કંપનીઓ પોતાની જરૂરિયાત અનુસાર પેટ્રોપ પંપ ખોલે છે. જે પણ વિસ્તારમાં કંપની પેટ્રોલ પંપ ખોલવા ઇચ્છે છે તેની જાહેરાત સમાચારપત્રમાં આપવામાં આવે છે. જેમાં તમામ નિયમો શરતોનો ઉલ્લેખ થાય છે. આ નિયમો પૂરું કરનાર કોઇ પણ વ્યકિત સંબંધિત કંપનીની વેબસાઇટ પર ડિલરશિપને માટે ઑનલાઇન એપ્લાઇ કરી શકે છે. આ પછી કંપનીના અધિકારી નિરીક્ષણ કરે છે. પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ પંપ ખોલવા પર પ્રતિબંધ લગાવી શકે છે. મંત્રાલયથી લીલી ઝંડી મળ્યા પછી જ કંપની જાહેરાત કરી શકે છે.

પેટ્રોલ પંપ ખોલવા માટે સૌથી પહેલા જમીનની જરૂર પડે છે. સ્ટેટ કે નેશનલ હાઇવે પર ઓછામાં ઓછી 1200-1600 વર્ગમીટર જમીન હોવી જોઇએ.

શહેરમાં પેટ્રોલ પંપ ખોલવા ઇચ્છો છો તો ઓછામાં ઓછી 800 વર્ગમીટર જમીન હોવી જરૂરી છે. 

જો પોતાના નામે જમીન નથી તો ભાડાં પર જમીન લઇ શકાશે. આ માટેના કાગળિયા કંપનીને બતાવવાના હશે.

પરિવારના કોઇ પણ સભ્યના નામ પર જમીન છે ત્યારે પેટ્રોલ પંપની ડિલરશિપ માટે અપ્લાઇ કરી શકે છે.

પેટ્રોલ પંપથી ડિલરશિપ તે જ વ્યકિત લઇ શકે છે જેની કિંમત 21-60 વર્ષની વચ્ચે હોય. સંબંધિત વ્યકિત ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ હોવું જરૂરી છે. 

પેટ્રોલ પંપ ખોલવા માટે સંબંધિત તેલ કંપનીઓને સિક્યોરિટી મની આપવી પડે છે. આ રાશિ 25 લાખ રૂપિયા હોય છે બાકીના ખર્ચા અલગ થાય છે.

જેમકે પેટ્રોલ પંપ સુધીનો રસ્તાના નિર્માણ બ્રાઉન્ડ્રીવૉલનો ખર્ચો ખાદ્ય વિભાગનું લાઇસન્સ જરૂરી છે. વિજળી પાણીની વ્યવસ્થા સાથે કેબિનનું પણ નિર્માણ કરવાનું રહેશે. આ માટે 1 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહેશે.

ભારતમાં 3 સરકારી અને 2 પ્રાઇવેટ કંપનીઓ કામ કરી રહી છે. આ સિવાય કેટલીક કંપનીઓ છે જેનું કામ હજુ શરૂ થઇ રહ્યુ છે. દેશભરમાં લગભગ 50000 પેટ્રોલ પંપ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ