બ્રેકિંગ ન્યુઝ
VTV / How to make a dirty phone screen bright? Follow these tips and the phone will look like new
Last Updated: 11:05 PM, 22 April 2024
ભારતમાં ફોન મોટેભાગે દરેક વ્યક્તિ જોડે હશે. ફોન એક પરિવાર માટે જરૂરીયાત બની ગઇ છે. ફોન આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ગેજેટ બની ગયું છે. પરંતુ આટલા ઉપયોગને કારણે ઘણી વખત ફોનની સ્ક્રીન ગંદી અને ઝાંખી થઈ જાય છે. આવી સ્થિતિમાં ફોનની સ્ક્રીન સાફ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. તમે ઘરે બેસીને પણ સરળતાથી તમારા ફોનની સ્ક્રીનને સ્વચ્છ અને ચમકદાર બનાવી શકો છો. ફોનની સ્ક્રીન સાફ કરતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્ક્રીનને સાફ કરવાની સાચી રીત હોવી જોઈએ.
ADVERTISEMENT
આપણે ફોનને વારંવાર સ્કીનને નીચે અને ઉપર સાફ કરવાની ટેવ હોય છે. સૌપ્રથમ તો એ વાતનું ધ્યાન રાખો કે સ્ક્રીનને ઉપરથી નીચે કે નીચેથી ઉપર સુધી ઘસશો નહીં. આમ કરવાથી ફોનમાં પાણી પ્રવેશી શકે છે જે ફોનને નુકસાન પહોંચાડી શકે છે. તેના બદલે કાપડ અથવા ટીશ્યુને ગોળાકાર ગતિમાં ખસેડીને સ્ક્રીનને સાફ કરો. સ્ક્રીન પર વધુ પડતું દબાણ ન કરો. ક્યારેક ખૂબ સખત ઘસવાથી સ્ક્રીનને ખંજવાળ અથવા નુકસાન થઈ શકે છે. સ્ક્રીનને હળવેથી સાફ કરો.
ADVERTISEMENT
આજકાલ ફોનની સ્ક્રીન સાફ કરવા માટે ઘણા પ્રકારના ક્લિનિંગ લિક્વિડ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ સફાઈ પ્રવાહીનો ઉપયોગ કરીને તમે સરળતાથી તમારા ફોનની સ્ક્રીનને સ્વચ્છ અને ચમકદાર બનાવી શકો છો. સફાઈ પ્રવાહીમાં વિશિષ્ટ રસાયણો હોય છે જે સ્ક્રીનમાંથી ગંદકી, તેલ અને ફિંગરપ્રિન્ટ્સને સરળતાથી દૂર કરે છે. તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. ફક્ત પ્રવાહીના થોડા ટીપાં કાઢીને સ્ક્રીન પર લગાવો અને તેને કપડાથી સાફ કરો.
ADVERTISEMENT
વેટ વાઇપ્સમાં પાણી ભળેલું હોય છે જે તેને ભેજયુક્ત રાખે છે. તેને સ્ક્રીન પર ઘસવાથી તમે સરળતાથી ગંદકી અને ફોલ્લીઓ દૂર કરી શકો છો. ટિશ્યુ પેપરને પાણીથી ભીની કરીને પણ વાપરી શકાય છે. આને સ્ક્રીનને ઘસીને પણ સાફ કરી શકાય છે. ભીના વાઇપ્સ અથવા ટિશ્યુનો ઉપયોગ કરવાથી સ્ક્રીનને કોઇ ખરોચ નથી આવતી અને નુકસાન પણ કોઇ નહી થાય.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટૂથપેસ્ટમાં રહેલ માઇલ્ડ એબ્રેસિવ્સ સ્કીન પર એકઠી થયેલી ગંદકી, તેલ અને મેલ સાફ કરવામાં મદદ કરે છે. સ્ક્રીન પર થોડી માત્રામાં ટૂથપેસ્ટ લગાવો અને તેને નરમ કપડાથી લૂછી લો. ટૂથપેસ્ટ લગાવતા પહેલા તમારા હાથ ધોવાનું ભૂલશો નહીં જેથી સ્ક્રીન પર વધુ ગંદકી ન થાય અને સ્કીન સારી રીતે સફાઇ કરી શકાય.
(Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.