- ઘરે બેઠા બનાવડાવી લો Voter ID
- આ ડોક્યૂમેન્ટસથી કરી લો સરળ પ્રોસેસ
- ઓનલાઈન Voter ID બનાવવાની છે આ પ્રોસેસ
જો તમારી ઉંમર 18 વર્ષથી વધારેની છે અને તમારી પાસે Voter ID કાર્ડ નથી તો તમે તેને માટે આજે જ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. તેમાં કોઈ મુશ્કેલી આવશે નહીં અને ન તો તમારે ચૂંટણી ઓફિસના આંટા મારવાના રહેશે. તમે ઘરે બેસીને જ ઓનલાઈન પ્રોસેસથી તેને માટે સરળ રીતે એપ્લાય કરી શકો છો.

આ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર
- જો તમે Voter ID કાર્ડ માટે એપ્લાય કરો છો તો તમારી ઉંમર 18 વર્ષથી વધારેની હોવી જોઈએ.
- આ પછી તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટ
- આઈડી પ્રૂફમાં જન્મનું પ્રમાણપત્ર/ પાસપોર્ટ/ ડ્રાઈવિંગ લાયસન્સ /પાનકાર્ડ / હાઈસ્કૂલની માર્કશીટ
- એડ્રેસ પ્રૂફમાં રાશન કાર્ડ/ પાસપોર્ટ //ડ્રાઈવિંગ લાયસન્સ કે ફોન બિલ કે લાઈટ બિલ
વોટર આઈડી કાર્ડ માટે આ રીતે ઓનલાઈન કરો એપ્લાય
- સૌ પહેલાં તમે નેશનલ વોટર સર્વિસ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ https://www.nvsp.in/ પર જાઓ.
- વેબસાઈટ પર હોમપેજ ખુલશે. અહીં ઉપર આપેલા લોગઈન ઓપ્શન પર ક્લિક કરો
- અહીં તમને don’t have an account, register as a new user નું ઓપ્શન દેખાશે. તેને પસંદ કરો.

- એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. તમે અહીં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ભરો.
- ડિટેલ્સ ભર્યા બાદ ફોરમમાં નીચે રજિસ્ટર લખેલું હશે તેની પર ક્લિક કરો.
- હવે લોગિન ફોર્મ ખુલશે અહીં ઈમેલ અને પાસવર્ડ નાંખીને લોગઈન કરો.
- એક નવું પેજ તમારી સામે આવશે. અહીં તમારે fresh Inclusion and enrollment પર ક્લિક કરવાનું રહે છે.
- હવે તમે તમારા સિટિઝનશીપ સ્ટેટસને પસંદ કરો. પછી નેકસ્ટ પર ક્લિક કરો.
- તેનાથી ફોર્મ 6 ઓપન થશે. અહીં તમે એડ્રેસ ડિટેલ્સ, પર્સનલ ડિટેલ્સ, જન્મતિથિ અને અન્ય જાણકારી માંગી છે તે ભરો.
- આ બધુ ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો. આ રીતે તમે ઓનલાઈન પ્રોસેસથી વોટર આઈડી માટે એપ્લાય કરી શકો છો.