બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how to apply for ration card online and offline eligibility and required documents one nation one ration card

Utility News / રાશન કાર્ડ બનાવા માટે જરૂરી છે આ ડોક્યુમેન્ટ, જાણો કોણ અને કેવી રીતે કરી શકે છે એપ્લાય

Bhushita

Last Updated: 10:45 AM, 25 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ફક્ત આટલા ડોક્યુમેન્ટની મદદથી સરળતાથી બની જશે તમારું રાશન કાર્ડ. જાણી લો કોણ અને કેવી રીતે કરી શકે છે એપ્લાય

  • રાશન કાર્ડ બનાવવાનું થયું સરળ
  • ફક્ત આટલા ડોક્યુમેન્ટથી બની જશે રાશન કાર્ડ
  • જાણો કોણ અને કેવી રીતે કરી શકે છે એપ્લાય

 
રાશન કાર્ડની મદદથી સરકાર પોતાના રાજ્યમાં રહેનારા ગરીબ પરિવારને રાશન આપે છે. રાશન કાર્ડની મદદથી કોઈ ગરીબને રાશન મળી રહે છે. રાશન કાર્ડનો ઉપયોગ અનેક જગ્યાઓએ આઈડી પ્રૂફ માટે કરાય છે. જેમકે એલપીજી કનેક્શન, ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવું વગેરે, એવામાં સરનામાના પ્રૂફને પણ માન્ય રાખવામાં આવે છે. અહીં ધ્યાન રાખવાની વાત એ છે તે રાશન કાર્ડ દરેક વ્યક્તિનું બની શકતું નથી. આ એક નિશ્ચિત કમાણી કરનાર વર્ગ માટે હોય છે. જેમની સીમા અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોય છે. તમે પણ રાશન કાર્ડ બનાવવા ઈચ્છો છો તો આ ન્યૂઝ તમારા માટે છે. 

આ લોકો કરી શકે છે રાશન કાર્ડ માટે એપ્લાય
દેશનો એ દરેક નાગરિક જેની પાસે ભારતની નાગરિકતા છે તે રાશન કાર્ડને માટે એપ્લાય કરી શકે છે. 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના નામ માતા -પિતાના રાશન કાર્ડમાં જોડવામાં આવે છે. જો તમારી ઉંમર 18 વર્ષથી વધારે છે તો તમે અલગ રાશન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. 
 
રાશન કાર્ડ માટે આ ડોક્યુમેન્ટ્સ છે જરૂરી

  • મતદાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • એડ્રેસ પ્રૂફ
  • પરિવારના મુખ્ય સભ્યનો પાસપોર્ટ સાઈઝ 2 ફોટો
  • પાણી, લાઈટ, ફોનમાંથી કોઈ પણ 1 બિલ
  • ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલો કોઈ દસ્તાવેજ હોય તો

 


કેવી રીતે કરી શકાશે એપ્લાય

  • રાશન કાર્ડ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાય છે. આ માટે દરેક રાજ્યમાં રાશન કાર્ડ માટેની પ્રોસેસ અલગ છે. 
  • રાશન કાર્ડ માટે ઓફલાઈન જ એપ્લાય કરાય છે તો ક્યાંક ઓનલાઈન સુવિધા પણ છે. 
  • જો તમે યૂપીના રહેવાસી છો તો તમે   https://fcs.up.gov.in/FoodPortal.aspx ને એક્સેસ કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. 
  • આ પછી ફોર્મ ભરીને તમારા વિસ્તારના રાશન ડીલરને સબમિટ કરો. 
  • અરજી માટે તમે આ કાર્ય સંબંધિત કોઈ પણ અધિકારીનો સંપર્ક કરી શકો છો. 
  • અરજદાર ઈચ્છે તો રાશન કાર્ડ માટે કોમન સર્વિસ સેન્ટરમાં પણ એપ્લાય કરી શકે છે. 
  • રાશન કાર્ડનું ફોર્મ જમા કર્યા બાદ સ્લીપ લેવાનું ભૂલશો નહીં. 
  • રાશન કાર્ડને માટે અરજી મૂલ્ય 5 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીનું હોય છે.  

આવકના આધારે બનાવાય છે રાશન કાર્ડ
સામાન્ય રીતે 3 પ્રકારના રાશન કાર્ડ બને છે. ગરીબી રેખાથી ઉપરના લોકો માટે એપીએલ, ગરીબી રેખાની નીચે માટે બીપીએલ અને સૌથી ગરીબ પરિવાર માટે અન્ત્યોદય. આ કેટેગરી વ્યક્તિની વાર્ષિક આવક પર આધારિત હોય છે. આ સિવાય અલગ રાશન કાર્ડ પર સસ્તા દરે ચીજો મળે છે. તેમનું પ્રમાણ અલગ રહે છે. ગરીબી રેખા કે તેની નીચે અન્ત્યોદય યોજનાનું રાશન કાર્ડ બનાવવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ જમા કરવાના રહે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Apply Eligibility Ration card Utility News process એપ્લાય ઓનલાઈન ઓફલાઈન ડોક્યુમેન્ટ પ્રોસેસ રાશન કાર્ડ how to apply for ration card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ