બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / how often should i charge my smartphone in one day battery health tips

જાણવા જેવું / દિવસમાં મોબાઇલને ક્યારે-ક્યારે ચાર્જ કરવો? કોઇ 30 તો કોઇ કરે છે 50% એ, અડધાથી પણ વધુ લોકોને નથી તેની સાચી જાણકારી

Bijal Vyas

Last Updated: 03:16 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ફોનને વારંવાર ચાર્જિંગ પર લગાવો છો, તો તમારા માટે મહત્વપૂર્ણ સલાહ છે. તે એટલા માટે કારણ કે ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક યોગ્ય રીત છે. આવો જાણીએ વિગત...

  • વારંવાર ફોનને ચાર્જ ના કરો
  • બેટરીનું લેવલ 80% અને 100% ની વચ્ચે હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો
  • ફોનને ચાર્જિંગ માટે 20-80ના નિયમને ફોલો કરો

Phone Charging Rule:જો ફોનની બેટરી ઝડપથી ડ્રેન થવા લાગે તો તે ખૂબ જ હેરાન થવાય છે. બેટરી ડેડ થવાનો અર્થ એ છે કે સારા ફોનનું જંક બની જવું, એટલે કે આપણે બધાએ નોટિસ કર્યુ હશે કે આપણે નવા સ્માર્ટફોનની ખૂબ જ પ્રેમથી કાળજી લઈએ છીએ. પરંતુ જ્યાં ફોન થોડો જૂનો થવા લાગે છે ત્યાં આપણે તેના પ્રત્યે અનેક પ્રકારની બેદરકારી રાખીએ છીએ.

વાત ચાર્જિંગની આવે ત્યારે આપણે બધા આપણી આસપાસ જોઈએ છીએ કે કેટલાક લોકો એવા છે કે જ્યારે પણ તેમનો ફોન થોડો ડિસ્ચાર્જ થાય, ત્યારે તેઓ તેને ચાર્જિંગ પર મૂકી દે છે. આ સાથે, ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પર મૂક્યા પછી તરત જ ફરીથી ચાર્જિંગમાંથી કાઢી લે છે, અને આવુ ચાલુને ચાલુ જ રહે છે.

ફટાફટ ઉતરી જાય છે તમારા સ્માર્ટફોનની બેટરી? ફૉલો કરો આ 5 ટિપ્સ, વધી જશે |  BATTERY LIFE HOW TO INCREASE MOBILE PHONE BATTERY LIFE IN GUJARATI

પરંતુ શું તમે જાણો છો કે લોકોની આ આદતોના કારણે ફોન ખરાબ થવા લાગે છે. ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક યોગ્ય રીત છે. જો તમે ફોનને વારંવાર ચાર્જ પર લગાવતા રહેશો તો સમય જતાં ફોનની બેટરી બગડશે. એટલા માટે આવો જાણીએ કે ફોનને દિવસમાં કેટલી વાર ચાર્જ કરવો જોઈએ.

બેટરીને 20% કે તેથી વધુ નીચે ના રાખશો અને બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ ના થવા દેવી જોઇએ, જ્યારે બેટરીનું લેવલ 80% (અથવા ઓછું) અને 100% ની વચ્ચે હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો. લાંબા સમય સુધી તમારા ફોનને 100% લેવલ પર ન રાખો, એટલે કે તેને સંપૂર્ણ ચાર્જ કર્યા પછી તેને ચાર્જરમાંથી હટાવી લો.

શું 5G નેટવર્કના કારણે જલ્દી ઉતરી જાય છે ફોનની બેટરી? ફોનમાં કરી દો આ  સેટિંગ પછી જુઓ કમાલ | 5g network draining smartphone just change this  setting will solve problem

મોટાભાગના લોકો 20-80 નિયમને અપનાવવાની સલાહ આપે છે, જે તમે નિયમિત રીતે પાલન કરી શકો છો. જો તમે નથી જાણતા કે 20-80 નો નિયમ શું છે, તો જાણીલો કે 20 નો અર્થ છે કે જ્યારે બેટરી 20% સુધી ડ્રેઇન થાય છે, ત્યારે તેને ચાર્જિંગ પર લગાવી જોઈએ, અને 80 નો અર્થ છે કે જ્યારે 80% ચાર્જિંગ થઈ જાય ત્યારે તેને ચાર્જિંગમાંથી કાઢી લેવી જોઇએ. એટલે કે, જો તમારો ફોન દિવસમાં બે વાર 20% સુધી પહોંચે છે, તો તમારે તેને બે વાર ચાર્જિંગ પર મૂકવો પડશે, તેનાથી વધુ નહીં.

તમે જોયું હશે કે જ્યારે તમારા ફોનની બેટરી 20% હોય છે, ત્યારે જ ફોન પર 'Low Battery'નો એલર્ટ આવે છે. એનો અર્થ છે કે  પહેલા ફોનને આરામથી ઓપરેટ કરી શકાશે. આ સિવાય તમે 45-75ના નિયમને પણ ફોલો કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ