બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / VTV વિશેષ / How much progress has been made in the scheme since the CM's powerful promise to get electricity to farmers during the day, provided in the budget?

મહામંથન / ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે CMનું પાવરફૂલ વચન, બજેટમાં જોગવાઇ પછી યોજનામાં કેટલી પ્રગતિ થઇ?

Dinesh

Last Updated: 09:25 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: મોડાસામાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 2024ના અંત સુધીમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળશે. જાહેરાત કરતાની સાથે મંચ ઉપર હાજર ઉર્જામંત્રીને પણ મુખ્યમંત્રીએ ટકોર કરી દીધી કે આ અમલવારી થઈ જવી જોઈએ

  • ખેડૂતોને દિવસે વીજળીનું વચન!
  • એક વર્ષમાં મળતી થશે દિવસે વીજળી
  • કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી ઝડપી બનશે?


ગુજરાતના ખેડૂતો માટે અગત્યના મુદ્દાની ફરી ચર્ચા થઈ. આ વખતે તો ચર્ચાના કેન્દ્રમાં ખુદ મુખ્યમંત્રી જ હતા. મોડાસામાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 2024ના અંત સુધીમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળશે. જાહેરાત કરતાની સાથે મંચ ઉપર હાજર ઉર્જામંત્રીને પણ મુખ્યમંત્રીએ ટકોર કરી દીધી કે આ અમલવારી થઈ જવી જોઈએ. જો કે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે 2023માં વિધાનસભાના બજેટ સત્રમાં નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જ કહ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના 2023ના અંત સુધીમાં અમલી બનશે, આ ડેડલાઈનમાં હવે નવી ડેડલાઈન ઉમેરાઈ છે અને હવે રાજ્યના ખેડૂતોએ 2024 સુધી રાહ જોવી રહી. 2020માં જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે રાજ્ય સરકારનો દાવો હતો કે 2022 સુધીમાં આ યોજના દરેક જરૂરિયાતમંદ ખેડૂત સુધી પહોંચી જશે જેમાં સમયાંતરે મુશ્કેલીઓ આવી અને મર્યાદા લંબાતી જ ગઈ. હવે 2024ની ડેડલાઈન મળી છે ત્યારે કિસાન સૂર્યોદય યોજનાની સંપૂર્ણ અમલવારી થશે કે નહીં. જે તે સમયે સરકાર મોટેભાગે ફીડરમાં લોડની સમસ્યા આગળ ધરતી રહી ત્યારે એક વર્ષની અંદર આ સમસ્યાનું સમાધાન થઈ જશે કે નહીં. રાત્રે પાણી વાળવા અનેક ખેડૂતો મજબૂર બન્યા છે અને ગત વર્ષે તો ઠંડીની સિઝનમાં ખેડૂતના મૃત્યુના બનાવ પણ સામે આવ્યા ત્યારે હવે ગુજરાતના ખેડૂતો સુખનો સૂરજ જોઈ શકશે કે કેમ. 

યોજનાની અમલવારી
કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી માટે સરકાર સક્રિય થઈ છે. ખુદ મુખ્યમંત્રીએ નોંધ લીધી છે તેમજ ખેડૂતોને દિવસે વીજળીની ઘણા સમયથી માગ થઈ રહી છે. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળશે તેવો નિર્ધાર છે. સરકારની જાહેરાતને ખેડૂતોએ આવકારી છે. કિસાન સૂર્યોદય યોજનાની ઝડપી અમલવારી કઈ રીતે તે મહત્વનો સવાલ છે

કિસાન સૂર્યોદય યોજનાનો મૂળ હેતુ
ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળે

કિસાન સૂર્યોદય યોજના ક્યારે શરૂ થઈ હતી?
24 ઓક્ટોબર 2020

પહેલા તબક્કામાં ક્યા જિલ્લા સમાવિષ્ટ હતા?
દાહોદ
પાટણ
છોટાઉદેપુર
મહીસાગર
પંચમહાલ
ગીર-સોમનાથ
ખેડા
આણંદ

કિસાન સૂર્યોદય યોજનાના ફાયદા
સિંચાઈના પાણીથી ખેતર ફળદ્રુપ બનશે તેમજ વીજળી મળશે એટલે સિંચાઈના પાણીની સમસ્યા નહીં રહે અને ખેડૂતોને સિંચાઈ સંબંધી સમસ્યાઓ નડતી બંધ થશે અને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થવાથી ખેડૂતોની આવક વધશે. પાકને સિંચાઈનું પાણી મળી રહેશે એટલે પાક સારો થશે

ખેડૂતોને શું મુશ્કેલી પડતી હતી?
ખેતરમાં અંધારુ હોય એટલે પાણી વાળવામાં મુશ્કેલી થાય છે તેમજ રાની પશુઓનો ભય રહે છે તેમજ વયોવૃદ્ધ ખેડૂતોએ પાણી વાળવા જવું પડે છે. દિવસના સમયે આકસ્મિક સંજોગ ઉભા થાય તો મદદ મળી શકે છે. રાત્રીના સમયે આકસ્મિક સંજોગોમાં મદદ મળવી મુશ્કેલ અને શિયાળામાં દિવસે વીજળી મળે તે વધુ જરૂરી

સરકાર સામે પડકાર શું?
માર્ચ 2023માં સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો
દિવસે વીજળી આપવામાં મુશ્કેલીઓ અંગે કહ્યું હતું
સરકારે ફીડરમાં લોડની સમસ્યાનું કારણ આગળ ધર્યું હતું
ઘણા જિલ્લા એવા છે જ્યાં થ્રી-ફેઝ વીજળી પૂરતી પહોંચતી નથી
થ્રી-ફેઝ વીજળી ન મળે ત્યારે ખેડૂત સિંગલ ફેઝ વીજળીથી પાકને પાણી આપે છે

સરકારે કેટલું બજેટ ફાળવ્યું હતું?
3500 કરોડ

કેટલા ખેડૂતોને લાભ મળશે?
19.25 લાખ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ