બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતમાં સોનું લોકોનું મનપસંદ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કહેવાય છે. લોકો દિવાળી કે ધનતેરસ જેવા તહેવારો પર ખાસ સોનું ખરીદી રાખતા હોય છે.
પણ શું તમને ખબર છે કે કાયદેસર રીતે તમે કેટલું સોનું રાખી શકો છો? કેટલું સોનું આવકના પુરાવાઓ વગર પર તમારી પાસે હોય તો આવક વિભાગ દ્વારા કોઈ કનડગતનો સામનો નહીં કરવો પડે?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન પ્રમાણે પ્રથમ ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પુરાવા આપવાની જરૂર નથી.
1) એક પરણિત સ્ત્રી 500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે.
2)એક અપરણિત સ્ત્રી 250 ગ્રામ સોનું રાખી શકે/
3)એક પુરુષ વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે.
આ કિસ્સાઓમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલાં નહીં લઈ શકે.
ADVERTISEMENT
વારસાગત સોનું મળ્યું હોય તો?
ભારતમાં પરણીને જતી દીકરીને સોનું ભેટ આપવાની પ્રથા છે. ઘણીવાર પૂર્વજો દ્વારા ભેગું કરી રાખેલું સોનું પણ વારસોને આપવામાં આવતું હોય છે. જો તમારી પાસે મમ્મી પપ્પા કે પરિવારજનો તરફથી ભેટ મળેલ કે વારસાગત મળેલ સોનું હોય અને એના અધિકૃત પુરાવા હોય તો પણ આ મામલે ઇન્કમ ટેક્સ વિભાગ તમારા વિરુદ્ધ કોઈ પગલાં ન લઈ શકે. બસ તમારે એ પુરાવા બટાવવાનાં રહેશે અને ત્યાર બાદ તમારે આવકના પુરાવા આપવાની પણ કોઈ આવશ્યકતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.