અત્યારે ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ સૌથી જરૂરી ડોક્યૂમેન્ટ બની ચૂક્યું છે. એસ સિમ ખરીદવાથી લઈને સરકારી અને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ આવશ્યક છે. તમારે તમારું ઘરનું કામ કરવું હોય કે બેંકનું કામ, બધે જ આધારકાર્ડ આવશ્યક છે. આવી સ્થિતિમાં, જો તમને ખબર પડે કે તમારી પાસે જે આધારકાર્ડ છે, તે બનાવટી છે તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. જેથી તમારા માટે એ જાણવું જરૂરી છે કે, તમારો આધાર નંબર નકલી તો નથી. તો ચાલો જાણીએ કઈ રીતે અસલી આધારની ઓળખ કરવી.
આ રીતે ચેક કરો આધાર કાર્ડ અસલી છે કે નકલી
પહેલા તમે આધાર https://resident.uidai.gov.in/aadhaarverificationsની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
અહીં તમારી સામે આધાર વેરિફિકેશન પેજ ઓપન થશે, પછી તમને એક ટેક્સ્ટ બોક્સ દેખાશે જ્યાં તમારે તમારો આધાર નંબર નાખવો પડશે.
હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી ડિસ્પ્લે માં બતાવેલ કેપ્ચા દાખલ કરો.
હવે વેરિફાઇ બટન પર ક્લિક કરો. જો તમારો આધાર નંબર સાચો છે, તો નવું પેજ ખુલશે જેમાં તમને એક મેસેજ મળશે, જેમાં તમારો આધાર નંબર આપવામાં આવશે.
આ સાથે તમારી સંપૂર્ણ વિગત પણ તેમાં હશે અને જો નંબર નકલી હશે તો ઈનવેલિડ આધાર આવશે.
તમને જણાવી દઈએ કે, આધારને લગતી ઓનલાઇન માહિતી માટે મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવો ખૂબ જ જરૂરી છે. તમે તમારું ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વેરિફાઈ કી શકો છો. આધાર ઓનલાઇન સેવાઓ મેળવવા માટે રજિસ્ટર મોબાઇલ નંબર હોવો જોઈએ. જો તમને આધાર સંબંધિત કોઈ ફરિયાદ હોય તો તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરી શકો છો.