બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how can you take benefits of pm awas yojana know all facts

લાભ / જો તમે અત્યાર સુધી પીએમ આવાસ યોજનાનો લાભ નથી લીધો તો હવે થશે લાખોનો ફાયદો, જાણો કેવી રીતે

Noor

Last Updated: 11:40 AM, 17 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે હજી સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો નથી તો તમારા માટે એક સારાં સમાચાર છે. કેન્દ્ર સરકારે કોરોના મહામારીને કારણે આ યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી છે આ યોજના હેઠળ સરકાર ઘર ખરીદનારાઓને ભારે છૂટ આપી રહી છે. આમાં વ્યાજ રૂપે ગ્રાહકોને લાખો રૂપિયાનો લાભ મળે છે. જો તમે પણ આ યોજના માટે અરજી કરી છે, તો તમે સરળતાથી ઘરે બેસીને પણ અરજી કરી શકો છો.

  • PM Awas યોજનાને લઈને આવ્યા મહત્વના સમાચાર
  • જો તમે આ યોજનાનો લાભ નથી લીધો તો કરી લો આ કામ
  • હવે તમને થશે લાખો રૂપિયાનો ફાયદો

સરકાર દ્વારા આ યોજના માટે ચાર પ્રકારની કેટેગરી તૈયાર કરવામાં આવી છે. તેમાં આર્થિક રીતે વીકર સેક્શન (EWS), લોઅર ઈન્કમ ગ્રુપ (LIG), લોઅર ઈન્કમ ગ્રુપ (LIG) અને મિડલ ઈન્કમ ગ્રુપ 2 (MIG2)નો સમાવેશ થાય છે. 3 થી 6 લાખ: ઇડબ્લ્યુએસ અને એલઆઈજીની કેટેગરીમાં આવે છે. આ સિવાય 6થી 12 લાખ એમઆઈજી I ની કેટેગરીમાં આવે છે. આ સાથે 12થી 18 લાખ એમઆઈજી IIની કેટેગરીમાં આવે છે.

કોને કેટલી સબસિડી મળે છે?

  • PMAY: મહત્તમ સબસિડી રૂ. 2.67 લાખ
  • EWS/LIG: 6.5 ટકા સબસિડી
  • MIG-I: 4 ટકા ક્રેડિટ લિંક સબસિડી 
  • MIG-II: 3 ટકા ક્રેડિટ લિંક સબસિડી

આ રીતે ચેક કરો તમારું નામ

  • આ માટે તમારે સૌથી પહેલાં rhreporting.nic.in/netiay/Benificiary.aspx વેબસાઇટ પર જવું પડશે.
  • જો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર છે, તો તેને દાખલ કરો.
  • આ પછી બધી માહિતી તમારી સામે આવી જશે.
  • જો રજિસ્ટ્રેશન નંબર ન હોય તો, એડવાન્સ સર્ચ પર ક્લિક કરો.
  • ફોર્મ ભરો. Search પર ક્લિક કરો.
  • જો નામ PMAY-G લિસ્ટમાં છે, તો પછી સંબંધિત બધી વિગતો દેખાશે.

કઈ રીતે સરકાર બનાવે છે લિસ્ટ

સરકાર પીએમવાયવાય હેઠળ લોકોને ઓળખાવવા માટે Census 2011 વસ્તી ગણતરીનો ડેટા લે છે.

આ યોજનાનો લાભ કયા ગ્રાહકોને મળશે?

  • તમારી પાસે પહેલેથી પાકું ઘર ન હોવું જોઈએ.
  • અગાઉ પીએમ યોજનામાં અરજી કરી ન હોવી જોઇએ.
  • તમે કોઈ સરકારી આવાસ યોજનાનો લાભ ન લઈ રહ્યાં હોવ.

સંકળાયેલા મુદ્દાઓ

Benefits facts pm awas yojana Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ