બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:24 PM, 9 May 2023
ADVERTISEMENT
બની શકે છે કે, આજે આપણે જે કરી રહ્યા છીએ, આવનારા 40 કે 50 વર્ષમાં લોકોને તે વિચિત્ર લાગશે? આવુ બની શકે છે. આવો આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. અત્યાર સુધી તમે પણ જોયું જ હશે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ડોક્ટરો તેને ઊંધું પકડી રાખતા હતા અને પછી બાળકને થપ્પડ મારીને રડાવતા હતા. પરંતુ હવે આ બિલકુલ કરવામાં આવતું નથી. બીજી ઘણી વસ્તુઓ છે, જે સમય સાથે બદલાઈ છે.
બાળકનો જન્મ થતાં જ તેને મધનો સ્વાદ ચખાડવામાં આવે છે. કદાચ તમે પણ જ્યારે નવજાત હતા ત્યારે તમારા માતા-પિતા કે તેમના વડીલોએ તમને મધ ખવડાવ્યું હશે.પરંતુ હવે ડોક્ટરોએ મનાઈ કરી છે. આવો નિષ્ણાતો પાસેથી જાણીએ કે, શા માટે નવજાત શિશુને મધ ન આપવું જોઈએ. આ સાથે નિષ્ણાતો પાસેથી એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે બાળકને કઈ ઉંમરે મધ ચાખવું જોઈએ.
ADVERTISEMENT

નવજાત બાળકને મધ કેમ ચટાડવામાં આવે છે?
વાસ્તવમાં, નવજાત બાળકોને મધનો સ્વાદ ચખાડવો એક સંસ્કાર વિધિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મધ સખત મહેનતનું પરિણામ છે. નવજાત બાળકોને મધ ચાટવાથી બાળકના જીવનમાં મધ જેવું સુખ અને મધુરતા રહે તેવી કામના કરવામાં આવે છે. આ તો ધાર્મિક વિધિઓની વાત છે પરંતુ આવો તમને જણાવીએ કે, નવજાત બાળકોને મધ કેમ ન ચાટવું જોઈએ.
ADVERTISEMENT
મધમાં ખતરનાક બેક્ટેરિયા
એક કારણ એ છે કે બજારોમાં મળતા મધમાં ઘણા બધા કેમિકલ હોય છે. બીજું કારણ એ છે કે મધમાં એવા બેક્ટેરિયા હોય છે, જે નવજાત શિશુમાં બોટ્યુલિઝમ નામની બીમારીનું કારણ બની શકે છે. તેના કારણે બાળકોના મોતનો પણ ખતરો રહે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, મધમાં બેક્ટેરિયા હોઈ શકે છે જે શિશુમાં બોટ્યુલિઝમનું કારણ બની શકે છે. એટલા માટે 12 મહિનાથી નાના બાળકોને એટલે કે એક વર્ષ સુધી મધ ન ખવડાવો. મધ 1 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે સલામત છે.
બોટ્યુલિઝમ બીમારી શું છે?
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, બોટ્યુલિઝમએ એક દુર્લભ પરંતુ ખતરનાક બીમારી છે જે ઝેરને કારણે થાય છે. આ ઝેર પોતે જ શરીરના જ્ઞાનતંતુઓ પર હુમલો કરે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, માંસપેશીઓનો લકવો અને મૃત્યુનું પણ જોખમ રહેલું છે. આ ઝેર ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ અને ક્યારેક ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિકમ અને ક્લોસ્ટ્રિડિયમ બેટરી બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. આ બેક્ટેરિયા ખોરાક, ઘા અને શિશુના આંતરડામાં ઝેરનું ઉત્પાદન કરી શકે છે.
ADVERTISEMENT

જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
બાળરોગ નિષ્ણાત કહે છે કે, જન્મથી લઈને 6 મહિના સુધી બાળકને ખોરાક તરીકે માતાના દૂધ સિવાય બીજું કંઈ ન આપવું જોઈએ. આનાથી નવજાત બાળકના સ્વાસ્થ્યને નુકસાન થાય છે, બાળકને અન્ય કોઈપણ ખોરાકથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે, જે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. મૃત્યુની પણ સંભાવના છે.
ADVERTISEMENT
પીડિયાટ્રિશિયન કહે છે કે, નાના બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેમને પ્રારંભિક ચેપનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં માતાના દૂધ સિવાય બીજું કંઈ ન આપવું જોઈએ. જન્મ પછી ઓછામાં ઓછા આઠ મહિના સુધી આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT