બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ટેક અને ઓટો / Honda Activa has been the best selling scooter in India in the month of June

બેસ્ટ સ્કૂટર / ₹80000 માં મળતા આ સ્કૂટરની ભારતમાં બમ્પર ડિમાન્ડ: 30 દિવસમાં હાથોહાથ વેચાઈ ગયા 1.3 લાખ મોડલ

Pravin Joshi

Last Updated: 03:32 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજાજ પલ્સર અને હોન્ડા યુનિકોર્ન જેવી લોકપ્રિય બાઇક્સ પણ 80 હજારની કિંમતના સ્કૂટર સામે હાર માની લે છે. 30 દિવસમાં 1.30 લાખ લોકોએ આ સ્કૂટર ખરીદ્યું છે. આ સ્કૂટરનું નામ હોન્ડા એક્ટિવા છે.

  • Honda Activa એ ભારતમાં જૂન મહિનામાં ધૂમ મચાવી
  • 30 દિવસમાં 1.30 લાખ લોકોએ આ સ્કૂટર ખરીદ્યું છે
  • ભારતમાં જૂન મહિનામાં સૌથી વધુ વેચાતું સ્કૂટર બન્યું

ટુ-વ્હીલરના વેચાણની વાત કરીએ તો સૌથી વધુ માંગ મોટરસાઇકલની છે. જો કે, કેટલાક સ્કૂટર એવા પણ છે, જે સતત બાઇકને ટક્કર આપે છે. આ સેગમેન્ટમાં એક એવું સ્કૂટર છે, જેની સામે બજાજ પલ્સર અને હોન્ડા યુનિકોર્ન જેવી લોકપ્રિય બાઇક્સ પણ હાર માની લે છે. 30 દિવસમાં 1.30 લાખ લોકોએ આ સ્કૂટર ખરીદ્યું છે. આ સ્કૂટરનું નામ હોન્ડા એક્ટિવા છે. Honda Activa ભારતમાં જૂન મહિનામાં સૌથી વધુ વેચાતું સ્કૂટર રહ્યું છે. તેણે તેના સેગમેન્ટમાં TVS Jupiter, Suzuki Access, TVS Ntorq, Ola S1 અને TVS iQube જેવા લોકપ્રિય સ્કૂટર્સ અને ઇલેક્ટ્રિક સ્કૂટર્સને હરાવ્યા છે. ગયા મહિને એટલે કે જૂન મહિનામાં 1 લાખ 30 હજારથી વધુ ગ્રાહકોએ તેને ખરીદ્યું હતું. ગયા વર્ષના જૂન મહિનાની સરખામણીએ આ મોડલના વેચાણમાં પણ 29%નો ઘટાડો થયો છે. જૂન 2022માં એક્ટિવા 1.84 લાખથી વધુ ગ્રાહકોએ ખરીદ્યું હતું. જો કે તેમ છતા તેનું વેચાણ હજી પણ સૌથી વધુ છે.

હવે નહીં રહે સ્કૂટરની ચોરીનો ભય! આ ખાસ ફીચર સાથે આવતીકાલે લોન્ચ થશે Honda  Activa નું અપડેટેડ મોડલ | The updated model of Honda Activa will be  launched tomorrow with this special

TVS Jupiter જૂન મહિનામાં 64,252 સ્કૂટર વેચ્યા

TVS Jupiter જૂન મહિનામાં 64,252 યુનિટના વેચાણ સાથે દેશમાં બીજા નંબરનું સૌથી વધુ વેચાતું સ્કૂટર હતું. તે પછી સુઝુકી એક્સેસ 39,503 યુનિટ્સ, TVS Ntorq 28,077 યુનિટ્સ, Ola S1 સિરીઝના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ 17,579 યુનિટ્સ, TVS iQube ઇલેક્ટ્રિક 14,462 યુનિટ્સ અને યામાહા રેઝર 13,441 યુનિટ્સ છે.

ફેસ્ટિવ સીઝન પહેલાં હોન્ડા લોન્ચ કરશે એક્ટિવાના ધમાકેદાર નવા વેરિઅન્ટ,  ફીચર્સ જાણી ચોંકી જશો | Before the festive season Honda will launch new  variants of Activa know the ...

હોન્ડા એક્ટિવાની કિંમત

આ સ્કૂટર બે મોડલમાં આવે છે - એક્ટિવા 6જી અને એક્ટિવા 125. Honda Activa 6G મોડલના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 76,233 છે, DLX વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 78,734 છે અને H-Smart વેરિએન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 82,234 છે. Honda Activa 125 Drum વેરિયન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 79,806 છે, Drum Alloy વેરિયન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ 83,474 છે, ડિસ્ક વેરિએન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ 86,979 છે અને H-Smart વેરિએન્ટની એક્સ-શોરૂમ કિંમત છે. 88,979 રૂપિયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ