બ્રેકિંગ ન્યુઝ
VTV / Home remedies to Stop Coughing at Night
ADVERTISEMENT
ઘણાં લોકોને નાકમાં ડ્રાયનેસ વધવાથી પણ ઘણીવાર ઉધરસ આવતી હોય છે. જેથી રાતે ગરમ પાણીથી સ્નાન કરીને અથવા સ્ટીમ લઈને સૂવો. તેનાથી ઉધરસની સમસ્યામાં આરામ મળશે.

ADVERTISEMENT
આ રીતે તકિયાનો કરો ઉપયોગ
રાતે સૂતી વખતે નાકમાંથી શ્વાસ લેવાથી નાક અને ગળામાં રહેલો મ્યૂકસ વધુ એક્ટિવ થાય છે. જેના કારણે વધુ ઉધરસ આવે છે. જેથી 2-3 તકિયા મૂકીને થોડી ઊંચાઈ પર માથું રાખીને સૂવાથી આ સમસ્યા દૂર થાય છે.
ADVERTISEMENT

મધ અને આદુનો ઉપાય
ADVERTISEMENT
મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઉધરસમાં રાહત આપે છે. રોજ રાતે સૂતી વખતે અડધી ચમચી મધમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી રાતે ઉધરસ આવવાની સમસ્યા દૂર થાય છે.
લિક્વિડ છે જરૂરી
ADVERTISEMENT
ઉધરસને રોકવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે વધુમાં વધુ લિક્વિડ લેવું. તેનાથી મ્યૂકસ (કફ) પાતળું થઈ જાય છે અને તેનાથી રાતે ઉધરસ આવવાની સમસ્યામાં રાહત મળે છે.

ADVERTISEMENT
ગ્રીન ટી છે રામબાણ
સૂતા પહેલાં ગરમ ગ્રીન ટી પીવો. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. રાતે સૂતા પહેલાં ગ્રીન ટી પીવાથી ગળું હાઈડ્રેટ રહે છે અને વારંવાર ઉધરસ આવવાની સમસ્યા થતી નથી.
સ્મોકિંગ હોઈ શકે કારણ
બહુ લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાથી પણ રાતે ઉધરસની સમસ્યા થઈ શકે છે. જેથી તેનાથી બચવા સ્મોકિંગને કંટ્રોલ કરો અથવા આ આદતને છોડી દો કારણ કે તેનાથી સ્વાસ્થ્યને અન્ય અનેક નુકસાન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.