બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Home remedies and causes for Coughing at night

ઘરેલૂ ઉપચાર / રાતે સૂતી વખતે કે ઊંઘમાં ખાંસી આવે છે? તો ફટાફટ આ ઘરેલૂ ઈલાજ કરી લો, તરત જ સારું થઈ જશે

Noor

Last Updated: 04:40 PM, 28 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે કોરોનાએ કાળો કેર વર્તાયો છે, એવામાં લોકોને સામાન્ય શરદી-ખાંસી થાય તો પણ ફફડી ઉઠે છે. જેથી આજે અમે તમને રાતે ખાંસી ન આવે તે માટેના ઉપાય જણાવીશું.

  • કોરોનાએ કાળો કેર વર્તાયો છે
  • લોકોને સામાન્ય શરદી-ખાંસી થાય તો પણ ફફડી ઉઠે છે
  • રાતે ઉધરસની સમસ્યા ખૂબ જ વધી જાય તો કરો આ ઉપાય

ઉધરસની સમસ્યામાં ગળાની ખારાશ અને ગળામાં ખુજલી જેવી સમસ્યા પણ થાય છે. સતત ઉધરસ આવવાથી રોજિંદા કાર્યોમાં પણ ઘણી પરેશાની થાય છે. કેટલાક લોકોને રાતે સૂતી વખતે અથવા ઊંઘમાં પણ ઉધરસ આવતી હોય છે. ઉધરસના અલગ-અલગ પ્રકાર હોય છે. ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે અને રાતે ઊંઘ આવતી નથી. જેથી આજે અમે તમને રાતે આવતી ઉધરસની સમસ્યા દૂર કરવાના ખાસ ઉપાયો જણાવીશું. 

રાતે આવતી ઉધરસને ઠીક કરવાના ઉપાય

ગ્રીન ટી

સૂતા પહેલાં ગરમ ગ્રીન ટી પીવો. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. રાતે સૂતા પહેલાં ગ્રીન ટી પીવાથી ગળું હાઈડ્રેટ રહે છે અને વારંવાર ઉધરસ આવવાની સમસ્યા થતી નથી. 

હાઈડ્રેટ રહો

ઉધરસને રોકવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે વધુમાં વધુ લિક્વિડ લેવું. તેનાથી મ્યૂકસ (કફ) પાતળું થઈ જાય છે અને તેનાથી રાતે ઉધરસ આવવાની સમસ્યામાં રાહત મળે છે. 

મધ

મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઉધરસમાં રાહત આપે છે. રોજ રાતે સૂતી વખતે અડધી ચમચી મધમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી રાતે ઉધરસ આવવાની સમસ્યા દૂર થાય છે. 

સૂવાની રીત

રાતે સૂતી વખતે નાકમાંથી શ્વાસ લેવાથી નાક અને ગળામાં રહેલો મ્યૂકસ વધુ એક્ટિવ થાય છે. જેના કારણે વધુ ઉધરસ આવે છે. જેથી 2-3 તકિયા મૂકીને થોડી ઊંચાઈ પર માથું રાખીને સૂવાથી આ સમસ્યા દૂર થાય છે.

સ્ટીમ લઈને સૂવો

નાકમાં ડ્રાયનેસ વધવાથી પણ ઘણીવાર ઉધરસ આવતી હોય છે. જેથી રાતે ગરમ પાણીથી સ્નાન કરીને અથવા સ્ટીમ લઈને સૂવો. તેનાથી ઉધરસની સમસ્યામાં આરામ મળશે.
 
સ્મોકિંગ 

બહુ લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાથી પણ રાતે ઉધરસની સમસ્યા થઈ શકે છે. જેથી તેનાથી બચવા સ્મોકિંગને કંટ્રોલ કરો અથવા આ આદતને છોડી દો કારણ કે તેનાથી સ્વાસ્થ્યને અન્ય અનેક નુકસાન થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Causes Cough Home Remedies Home Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ